Savera Gujarat
Other

રાજ્યભરમાં કાશ્મીર મુદ્દે ટીપ્પણી કરનાર કંપનીઓની તાળાબંધી

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ભારતના અભિન્ન અંગ કાશ્મીર મામલે વિવાદિત ટવીટ કરનાર મલ્ટીનેશનલ કંપનીઓને હવે દેશમાં નાગરિકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીર મુદ્દે વિવાદિત ટીપ્પણી વાળા ટવીટનો મામલો હવે ઉગ્ર બનતો જાય છે અને તેના વિરોધમાં બજરંગદળ પ્રમુખ જ્વલિત મહેતાની આગેવાનીમાં 100 થી વધુ કાર્યકરો સાથે આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન અને કંપનીઓના શો-રૂમને તાળાબંધી કરવામાં આવી હતી.

કાશ્મીર મુદ્દે વિવાદિત ટવીટ કરનાર મલ્ટીનેશનલ કંપનીઓ હવે ભારતીય નાગરિકોના રડાર પર આવી ગઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરનાર કંપનીઓના શો રૂમ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટવીટ કરનાર મલ્ટીનેશનલ કંપનીઓ હ્યુડાઈ, કિઆ, તેમજ કે. એફ. સી. ,પિઝાહટ અને ડોમીનોઝનો વિરોધ કરાયો હતો.

વિશ્વ હિંદુ પરિષદના ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું હતું કે દેશના અવિભાજય અંગ કાશ્મીર મુદ્દે ટીપ્પણી કરનાર કંપનીઓએ ભલે માફી માંગી હોય પણ તેમનું ટવીટ દેશનના સાર્વભૌમત્વ પર છે, તેને માફ ના કરી શકાય. કંપનીઓ સ્પષ્ટપણે જાહેત કરવું જોઈએ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. જેના પગલે ગાંધીનગર,અમદાવાદ સહિતના કંપનીઓના શો રૂમ બંધ કરાવ્યા હતા, જેમાં ગાંધીનગર સ્થિત સેકટર 28 ખાતે હ્યુન્ડાઇ શો રૂમ બંધ અને સેકટર 11માં પણ ડોમીનોઝ પીઝા બંધ કરાવ્યો હતો.

 

અત્રે એ ઉલ્લેખનીય છે કે કંપનીઓએ ટ્વીટર પર કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરી હતી અને બાદમાં કંપનીઓ દ્વારા માફી માંગવામાં આવી હતી પરંતુ નાગિરકો કંપનીઓની માફી સ્વીકારવા તૈયાર નથી.

 

Related posts

પાસપોર્ટ કઢાવવાનો હશે તો જાેવી પડશે દોઢ મહિનો રાહ

saveragujarat

અદાણી વિલ્મરની ડિલરશીપ આપવાનું કહીને છેતરપિંડી

saveragujarat

અમદાવાદમાં લૂંટેરી દુલ્હને દિવ્યાંગ યુવકને ૩.૮૮ લાખમાં નવડાવ્યો

saveragujarat

Leave a Comment