Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પહેલી વખત ધારાસભ્યોની યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૧૬
ગુજરાત વિધાનસભામાં રજુ થયેલા પ્રશ્ન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટના પ્રશ્ન જામજાેધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીરે પૂછ્યો હતો. જેના લેખિત જવાબમાં તેને જણાવ્યું છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકાની પ્રાથમિક શાળાઓમાં ૫૪ શાળા એવી જ છે કે જેમાં એક શિક્ષક છે. શિક્ષણની અધોગતિવાળું ચિત્ર ઉપસી આવ્યુ છે. રાજ્યના બે જિલ્લાની ૫૪ શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું. જેમા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૪૬ શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું. જામનગર જિલ્લાની ૮ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું. જેમા કલ્યાણપુર તાલુકાના ૧૬ શાળા માત્ર એક શિક્ષક ચલાવે છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકાની ૧૨ – ૧૨ શાળાઓ એક જ શિક્ષક ચલાવે છે. આપના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નમાં શિક્ષણમંત્રીએ લેખીતમાં કર્યો સ્વીકાર કર્યો છે. અન્ય પ્રશ્નમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોવાની વિગતો બહાર આવી છે.જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ ૯૦૫ શિક્ષકોની ઘટ જામનગરની પ્રાથમિક શાળાઓમાં ૩૩૦ શિક્ષકોની ઘટ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૫૭૫ શિક્ષકોની ઘટ હોવાની કબુલાત શિક્ષણ મંત્રીએ આપના ધારાસભ્ય હેમંત આહિરના પ્રશ્નના જવાબ મા સ્વીકાર કર્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાધારાસભ્યો ક્રિકેટ મેચ રમશે.આ મેચ આગામી તા.૨૦ તારીખે ધારાસભ્યોની ટુર્નામેન્ટ યોજાશે.ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જાેડાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની ૯ ટીમ બની છે.આ મેચ તા.૨૦મી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચનુ આયોજન કરવા મા આવ્યુ છે.આ મેચ ગાંધીનગર ના સેક્ટર ૨૧ ખાતે બનેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રાજ્ય સરકારની નવી સરકારી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા મામલે ઉદાસીનતા જાેવા મળી છે.છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે બોટાદ, ભરૂચ, જામનગર અને દેવભૂમિ દ્રારકામાં શિક્ષણ વિભાગે એક પણ નવી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મજૂરી આપવામા આવી નથી. વર્ષ ૨૦૨૧ અને ૨૨ માં દ્રારકા અને જામનગર જિલ્લામાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ને એકપણ મંજુરી આપી નથી જ્યારે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક માં કુલ નવી ૩૦ શાળાઓને મજૂરી આપી છે.જ્યારે વર્ષ ૨૦૨૧ અને ૨૨ માં દ્રારકા અને જામનગર જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી અને નોન ગ્રાન્ટેડ ૬ શાળાઓને મંજૂરી આપી છે. તેવી રીતે વર્ષે ૨૦૨૧ અને ૨૨ માં ભરુચ અને બોટાદ પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાને મજૂરી આપી નથી જ્યારે પ્રાથમિક નોન ગ્રાટેન્ડ શાળાને કુલ ૨૭ શાળાઓને મજૂરી આપી છે તેવી જ રીતે ભરૂચ અને બોટાદ વર્ષ ૨૦૨૧ અને ૨૨ માં નોનગ્રાન્ટેડ માધ્યમિક ની બે શાળા ને મજૂરી આપી છે.આમ સરકારની નીતિ મૂજબ સરકારી શાળાઓ નવી શરૂ કરવાના બદલે ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહન આપતી હોય તેવું ફલિત થાય છે.

Related posts

રાહુલ ગાંધીની સુરક્ષા ચુકનો મામલો,ચાલુ ગાડીએ ઝંડો ફેંકતા મોઢા પર ચોંટ આવી.

saveragujarat

કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે

saveragujarat

રાજ્યભરમાં અત્યારથી થવા લાગ્યો ગરમીનો અનુભવ

saveragujarat

Leave a Comment