Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

લોકસભા ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવશે મહિલા મોર્ચો

નવી દિલ્હી, તા.૨૬
ભાજપે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા માટે મહિલા મોર્ચાને નવી જવાબદારી સોંપી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપનો મહિલા મોર્ચો સોમવારથી દેશભરમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની મહિલા લાભાર્થીઓ સાથે સંપર્ક કરી વ્યાપક અભિયાન શરૂ કરશે. મહિલાઓ સાથે જાેડાણ કરવાના પ્રયાસરૂપે, પાર્ટીના સભ્યોએ એક વર્ષમાં લાભાર્થીઓ સાથે એક કરોડ સેલ્ફી લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ વનથી શ્રીનિવાસને જણાવ્યું હતું કે પાર્ટીની મહિલા પાંખ આવતા મહિને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજના નામે એવોર્ડ સમારોહ પણ શરૂ કરશે. જેમાં દરેક જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ૧૦ મહિલાઓનું સન્માન કરવામાં આવશે.વનથીએ જણાવ્યું હતું કે સેલ્ફી કવાયત એ મહિલાઓ સાથે જાેડાણ કરવાના પક્ષના પ્રયાસોનો એક ભાગ છે. પક્ષની મહિલા પાંખના સભ્યો દરેક જિલ્લામાં મહિલા મતદારોનો સંપર્ક કરશે અને તેમને આવાસથી લઈને રાંધણગેસ, શૌચાલય અને બેંક ખાતા ખોલવા સુધીની વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશે માહિતગાર કરશે.શ્રીનિવાસને કહ્યું કે જાે કોઈ મહિલા સરકારની કોઈ યોજનાથી લાભાવિંત થઈ હશે તો પાર્ટીના સભ્યો તેની સાથે એક સેલ્ફી લેવાની વિનંતી કરશે અને તેને નમો એપ પર અપલોડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ અન્ય યોજનાઓ વચ્ચે આ યોજનાઓને લોકપ્રિય બનાવવામાં પણ મદદ કરશે. એકલા જન ધન યોજનાથી ૨૫ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે, જે હેઠળ કોઈપણ ફરજિયાત લઘુત્તમ બેલેન્સ વિના બેંક ખાતા ખોલવામાં આવે છે. અન્ય યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા પણ કરોડોમાં છે.

Related posts

કોવિડ-૧૯ ગયો નથી, લોકોએ સાવચેત રહેવું પડશે ઃ સરકાર

saveragujarat

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

Admin

સિદ્ધાંતકપુરે ડ્રગ્સ લીધુ હતુ: મેડીકલ રીપોર્ટમાં કન્ફર્મ થયુ

saveragujarat

Leave a Comment