Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદમાં ૪૯.૫૮ લાખનાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનો કારોબાર કરીને યુવાઓને નશાની લતે ચઢાવનાર પેડલર્સને ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ વીણી વીણીને શોધીને જેલના હવાલે કરી રહી છે. યુવાઓ એમડી ડ્રગ્સના રવાડે ચઢીને તેમનું ભવિષ્ય બરબાદ ના કરે તે માટે પોલીસે ઓપરેશન પેડલર્સ શરૂ કર્યું છે. જે અંતર્ગત છેલ્લા એક મહિનામાં ૭૦ લાખથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. ગઇ કાલે મોડી રાતે ક્રાઇમ બ્રાંચની ટીમે ૪૯.૫૮ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે બે પેડલર્સની એસપી રિંગ રોડ પરથી ધરપકડ કરી લીધી છે. યુપીથી એમડી ડ્રગ્સનો જથ્થો ટ્રેન મારફતે અમદાવાદમાં લાવ્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે રખિયાલમાં આવેલી ચુનીલાલની ચાલીમાં રહેતો આઝમખાન અલી અહેમદખાન પઠાણ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે હાલ તેના મિત્ર સાથે અસલાલીથી હાથીજણ જવાના એસપી રિંગ રોડ પર ઊભો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં બે શંકાસ્પદ યુવકો ઊભા હતા. ક્રાઇમ બ્રાંચે તેમને કોર્ડન કરીને નામ ઠામ પૂછ્યાં હતાં. જેમાં એકનું નામ આઝમખાન હતું અને બીજાનું નામ કૈફખાન પઠાણ (રહે રામપુર) હતું.ક્રાઇમ બ્રાંચે આઝમખાન અને કૈફખાનની અંગ જડતી કરી હતી. જેમાં તેમની પાસેથી વ્હાઇટ પાઉડર મળી આવ્યો હતો. આ સિવાય બન્નેનાં પેન્ટનાં ખિસ્સાંમાંથી ઉત્તરપ્રદેશની ટ્રેનની ટિકિટ પણ મળી આવી હતી. વ્હાઇટ પાઉડર મળતાં ક્રાઇમ બ્રાંચે તરતજ એફએસએલના અધિકારીઓને બોલાવી દીધા હતા. એફએસએલના અધિકારીએ વ્હાઇટ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે બન્ને પેડલર્સની ધરપકડ કરીને આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી જ્યાં તેમણે કબૂલાત કરી હતી કે ડ્રગ્સનો જથ્થો ઉત્તરપ્રદેશમાં રહેતા આઝાદ નામના યુવકે આપ્યો હતો. ક્રાઇમ બ્રાંચે આઝમખાન તેમજ કૈફખાન અને આઝાદ વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચને આઝમખાન તેમજ કૈફખાન પાસેથી વ્હાઇટ પાઉડર મળ્યો હતો. ડ્રગ્સના કેસમાં જ્યાં સુધી એફએસએલના અધિકારી રિપોર્ટ આપે નહીં ત્યાં સુધી ગુનો દાખલ થતો નથી. ગઇ કાલે વ્હાઇટ પાઉડરમાં એફએસએલ રિપોર્ટ આપે તે પહેલાં આઝમખાને ક્રાઇમ બ્રાંચ સમક્ષ બિનધાસ્ત કબૂલાત કરી હતી કે તે એમડી ડ્રગ્સ છે. આઝમખાન પહેલેથી એમડી ડ્રગ્સ તેમજ નશાનો કારોબાર કરે છે. જેના કારણે હવે તેને પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચનો ડર રહ્યો નથી.
આઝમખાને ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે ઉત્તરપ્રદેશના આઝાદ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઇને ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને ત્યારબાદ તેને ગ્રાહકોમાં વેચવાનો પ્લાન હતો. ૪૯.૫૮ લાખ રૂપિયાના એમડીના જથ્થામાં આજીનો મોટો નાખીને તેને ડબલ કરવાનો પ્લાન હતો. આઝામખાન ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર કરતો હોવાથી તેણે ગ્રાહકો બાંધેલા છે. જે રોજ એમડી ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચ તમામ ગ્રાહકોની વિગતો લઇને તેના પરિવારને જાણ કરશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.બન્ને શખ્સો ઉત્તરપ્રેદશથી ૪૯.૫૮ લાખના ડ્રગ્સનો જથ્થો લઇને ટ્રેન મારફતે અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમનું કોઇ પણ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું નહી. સામાન્ય રીતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમડી ડ્રગ્સનો સિલ્ક રૂટ છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ પણ એમડી ડ્રગ્સનો સિલ્ક રૂટ બનવા જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Related posts

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવાઓ જોડાયા.

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર એમ્બ્લેટન, પર્થ – ઓસ્ટ્રેલિયામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોસ્તવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈપ

saveragujarat

ઈઝરાયેલના ભારત સ્થિત રાજદૂતે ગંધીનગર મુખ્યમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત,ભાગીદરીને વધુ મજબુત બનાવવા તત્પરતા દાખવી.

saveragujarat

Leave a Comment