Savera Gujarat
Other

ઈઝરાયેલના ભારત સ્થિત રાજદૂતે ગંધીનગર મુખ્યમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત,ભાગીદરીને વધુ મજબુત બનાવવા તત્પરતા દાખવી.

સવેરા ગુજરાત/ગંધીનગર:-  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇઝરાયેલ ના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત નાઓર ગીલોને ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રી સાથે તેમણે ખાસ કરીને ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી આઇક્રિયેટ દ્વારા યુવા શક્તિના ઇનોવેશન્સ અને નવિન શોધ સંશોધન ને મળી રહેલા પ્રોત્સાહન અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીએ પણ તાજેતરમાં આ આઇક્રિયેટની તેમણે લીધેલી મુલાકાત ત્યાં હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ થી માહિતગાર કર્યા હતા.
ઇઝરાયેલ રાજદૂતે ગુજરાત સાથે કૃષિ ક્ષેત્રમાં સેન્ટર ઓફ એકસ્લન્સ સહિતની જે ઇઝરાયેલ ભાગીદારી છે તેને વધુ વ્યાપક બનાવવા પણ તત્પરતા વ્યક્ત કરી હતી

ઇઝરાયેલ રાજદૂતે ઇઝરાયેલની ડી સેલીનેશન પ્લાન્ટ ટેક્નોલોજી દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવા લાયક મીઠા બનાવવા ની સફળતા ના ગુજરાતમાં પણ પ્રયોગ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ તેમને પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિઝન થી આકાર પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.
આ સૌજન્ય મુલાકાત માં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

પુત્રી સાથે નીકળેલી મહિલાનુ પતંગની દોરીથી ગળુ કપાયું, માસુમ દીકરીના આક્રંદે લોકોની આંખ ભીની કરી

saveragujarat

ભારતે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું, શ્રેણીમાં ૨-૦થી આગળ

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દીપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી…

saveragujarat

Leave a Comment