Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નાણામંત્રી તરીકે કનુ દેસાઈ આ વખતે બીજી વખત બજેટ રજૂ કર્યું

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૪
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ આ વખતે બીજી વખત બજેટ રજૂ કર્યું હતુ. આ વખતે બજેટની બજેટ પોથીમાં ઘણી વિશેષતાઓ જાેવા મળી હતી. જેમ કે, હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ વખત ગુજરાત બજેટની બજેટપોથીને ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે. ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બજેટની વિશેષતાને લઇ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે ‘ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે ગુજરાતની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જાેડતું નવું અભિગમ’ છે.

 

  • ૧૫મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૪
આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાસક પક્ષનું આ પ્રથમ બજેટ છે.

શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે.
વિધવા સહાય, વૃદ્ધ પેન્શનમાં વધારો કર્યો હતો, પ્રવાસન થકી રોજગારી સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે
અન્નપુર્ણા શ્રમિક યોજનાના ૧૫૦ નવા કેન્દ્રો શરુ કરાશે
મુખ્યમંત્રી આદિજાતી ઉત્કર્ષ યોજના જાહેર કરવામાં આવી છે
સ્વાસ્થ્યની વીમાની મર્યાદા પાંચથી વધારી ૧૦ લાખ કરવામાં આવી છે.
૨૦ હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે.
ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે
કેશોદ એરપોર્ટ વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકામાં નવા એરપોર્ટ બનવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં નવી ૧૯૮ એમ્બ્યુલન્સ માટે ૫૫ કરોડ ફાળવાશે.
મહીસાગર, ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના થશે
ધોલેરામાં દેશના પહેલા સેમિકંડક્ટર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યની ૬ હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા ૮૭ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. નાણામંત્રીએ ૪૦૦ જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે ૬૪ કરોડની જાેગવાની જાહેરાત કરી છે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે ૩૧૦૯ કરોડ તેમજ પ્રાથમિક શાળામાં ઇ્‌ઈ એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે ૫૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે ૪૦૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.

Related posts

તાંત્રિકે મહિલા સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યા

saveragujarat

ગાંધીનગર બન્યું આંદોલન છાવણી : પોલીસના પરિવારજનોના ધરણા

saveragujarat

માં અંબાના મંદિરમાં પતંગનો શણગાર

saveragujarat

Leave a Comment