Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ડુંગળીની સાથે ખેડૂતોને બટાટાએ પણ રોવડાવ્યા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૪
બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી બટાકા નીકાળી રહ્યા છે. પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે.અત્યારે ખેડૂતોના બટાટાનાં ૧૦૦ રૂપિયા મણનો ભાવ બોલાઈ રહ્યો છે. ૩૦ હજારથી ૩૫ હજારના ખર્ચ સામે ૧૫ હજાર જેટલી આવક થાય છે. સરકાર ટેકાના કોઈ ચોક્કસ ભાવ નક્કી કરે, તેમજ આગામી સમયમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થવાનું છે, જેમાં બટાટાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં ર્નિણય લે તેમ બનાસકાંઠાના ખેડૂતો જણાવ્યું હતું. શિયાળાની શરૂઆત થતાં જ વાવણી શરૂ કરતા ખેડૂતોએ ૧૩૦૦ રૂપિયાના ભાવે બિયારણ લાવી બટાકાની વાવણી કરી હતી. જેમાં ખેડૂતોને એક વીઘા ખેતરમાં ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ નો બટાકાની ખેતીમાં ખર્ચ થયો હતો. અત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી બટાકા નીકાળી રહ્યા છે. પરંતુ બટાટાના ભાવ એક દમ તળિયે બેસી ગયા છે. ખેડૂતોના બટાકા ૧૦૦ રૂપિયા મણનો ભાવ બોલાઈ રહ્યો છે. ૩૦ હજાર થી ૩૫ હજારના ખર્ચ સામે ૧૫ હજાર જેટલી આવક થાય છે. સરકાર ટેકાના કોઈ ચોક્કસ ભાવ નક્કી કરે. તેમજ આગામી સમયમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થવાનું છે, જેમાં બટાટાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં ર્નિણય લે તેમ બનાસકાંઠાના ખેડૂતો જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦- માં ૬૨,૩૪૯ હેક્ટરમાં, વર્ષ ૨૦૨૦-૨૧-માં ૫૯,૯૦૩ હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો જેમાં બનાસકાંઠામાં ૫૮,૯૦૨ હેક્ટરમાં વાવેતર થયું હતું. તેમજ બનાસકાંઠામાં કુફરી પુખરાજ, કુફરી બાદશાહ તથા અન્ય પ્રોસેસિંગની જાતો જેવી કે સરયો મીરા, ફાયસોના, ઈનોવેટર,સેફોડી વગેરે જેવી જાતોના બટાકાનું વાવેતર થાય છે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી બનાસ નદી પસાર થાય છે. આ નદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓથી નીકળીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસનદી આ જિલ્લા માટે જીવાદોરી સમાન નદી ગણાય છે. અને એટલે જ આ નદીમાં આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા બટાકાના વાવેતરની શરૂઆત થઈ હતી. ડીસામાં દોઢસો વર્ષ પહેલા અહીં વસતા મુસ્લિમ સમાજની મુજ્ડા જાતિના લોકોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજે દ્વારા વાવેતર કરવાની શરૂઆત કરી હતી. પહેલા નદીમાં જ બટાકાનું વાવેતર થતું હતું અને સમય જતાં ધીરે ધીરે ખેતરમાં બટાકાનું વાવેતર થવા લાગ્યું. અને બનાસ નદી સુકાઈ જતા જે વાવેતર નદીમાં થયું હતું, તે ખેતરમાં થવા માંડ્યું હતું અને ડીસા તાલુકો બટાકા નગરી તરીકે ખ્યાતનામ છે. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ છે.

Related posts

જાન્યુઆરીમાં વ્યાજખોરો સામે રાજ્યમાં ૮૪૭ એફઆઈઆર

saveragujarat

મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી

saveragujarat

ડૉક્ટર કોઈ દવાની કંપનીની જાહેરાત નહીં કરી શકે

saveragujarat

Leave a Comment