Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોંગ્રેસે તેના શાસનમાં ત્રિપુરાના વિકાસ કર્યો નથી : અમિત શાહ

બેંગલુરુ, તા.૧૨
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધી હતી. આ રેલીઓમાં અમિત શાહે ડાબેરીઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ચાંદીપુરની રેલીમાં અમિત શાહે કહ્યું કે, ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. ગઠબંધનની રચના થતા જ ડાબેરીઓએ સ્વીકાર્યું કે તે એકલા ભાજપ સામે લડી શકે તેમ નથી.
તેમણે કહ્યું કે કોંગ્રેસની તો શું વાત કરવી, જે સામ્યવાદીઓએ સેંકડો કોંગ્રેસીઓને માર્યા, તે કોંગ્રેસ તેમની સાથે આજે ઇલુ ઇલુ કરી રહી છે.અમિત શાહે કહ્યું, તમે કોંગ્રેસનું શાસન જાેયું છે. તેમણે ત્રિપુરાના કોઈ વિકાસ કર્યો નથી. પહેલા બિપ્લબ દેબ પછી માણિક શાહે ત્રિપુરાના વિકાસને આગળ વધાર્યો. ભાજપે ત્રિપુરાના વિકાસ માટે ગરીબ મધ્યમ વર્ગના યુવાનોને જાેડવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું કલ્યાણ કર્યું નથી.દરેકને સમાન અધિકારની તક કોઈએ આપી તો મોદી સરકારે આપી છે. સામ્યવાદીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરતાની સાથે જ હારી જવાના છે. તે ભાજપ સામે એકલા જીતી શકે નહીં. ઉનાકોટી રેલીમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, શરમ કરો જેણે તમારા કેડરને માર્યા તેની (ડાબેરી) સાથે ઉભા રહો છો. તેમણે કહ્યું, જાે ત્રિપુરામાં વિકાસ થયો છે, તો માત્ર અને માત્ર ભાજપના ૫ વર્ષમાં વિકાસ થયો છે.અમિત શાહે કહ્યું કે, ત્રિપુરામાં આજે ગુનાખોરીમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં અમે ગરીબોને ઘર આપીશું. કોલેજના વિદ્યાર્થીઓને ફ્રી સ્કૂટી આપશે. ભાજપ જે કહે છે તે કરે છે. ભાજપ સરકાર બન્યા બાદ ખેડૂતોના ખાતામાં ૬ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. અમે વાંસની ખેતીને આગળ વધારીશુ.અંબાસામાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે. અહીં ડબલ એન્જિન સરકાર રચાશે. તેમણે કહ્યું કે પહેલા ત્રિપુરામાં માત્ર એક જ શબ્દ ‘ચંદા’ સાંભળવામાં આવતો હતો. તેમણે ત્રણ દાયકા સુધી દાનના નામે લૂંટ ચલાવી હતી જાે કે તેઓને લૂંટ ચલાવવાનું લાયસન્સ મળી ગયું હતુ. અમે ત્રિપુરાના લોકોને તેવા લોકોથી મુક્ત કર્યા છે. પીએમએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ અહીં વિકાસ અટકાવ્યો હતો. ત્યારે હવે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે.

Related posts

અમદાવાદમાં શ્રાવણિયો જુગાર ૧૭૯ જુગારીયા ઝડપાયાં

saveragujarat

સિટિઝનશીપ કેનેડાએ પિયર્સન ટેસ્ટ ઓફ ઈંગ્લિશને મંજૂરી આપી

saveragujarat

PM મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું લોકાર્પણ કર્યું

saveragujarat

Leave a Comment