Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

અમદાવાદમાં શ્રાવણિયો જુગાર ૧૭૯ જુગારીયા ઝડપાયાં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૦
શ્રાવણ માસમાં જુગારીઓ માટે મહત્વનો માસ ગણવામાં આવે છે જેમાં વિવિધ છૂપા સ્થળો શોધી જ્યાં પોલીસનો જુગારીયાઓને શોધવામાં પનો ટૂંકો પડે પરંતુ પોલીસ પણ પોતાના બાતમીદારો તેમજ ચોક્કસ માહિતીના આધારે જુગારીયાઓને ઝડપી પાડવામાં કમરકસી હોય તેમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ૧૭૯ જુગારીયાઓને કુલ ૧,૧૩૬,૦૫૦મુદ્દામાલ સાથે ઝડપી સફળ કામગીરી કરી જુગારીયાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યાં હતા.
શ્રાવણ મહિનો એટલે જુગારીઓની મૌસમ. ત્યારે સાતમ-આઠમના તહેવાર દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે દરોડા પાડી ૧૭૯ જુગારીઓને ઝડપી લઇ ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં સૌથી વધારે જુગારીઓ એરપોર્ટ અને ઓઢવમાંથી પકડાયા છે. જ્યારે સૌથી ઓછા ગોમતીપુર અને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નરોડામાં વિજિલન્સની રેડમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ગતિવિધિ હોવાનું વિજિલન્સ પાસેથી જાણવા મળી રહ્યું છે. શહેરમાં સાતમ- આઠમના તહેવારમાં સંખ્યાબંધ જગ્યાએ જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તહેવારમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ પૂર્વમાં ૧૭૯ જેટલા જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. તમામ લોકો પાસેથી રૂ.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એરપોર્ટ, સરદારનગર, નરોડા, બાપુનગર ,ગોમતીપુર, દાણીલીમડા, દરિયાપુર, અમરાઈવાડી, ઇસનપુર, કાગડાપીઠ, કૃષ્ણનગર, રખિયાલ, રામોલ, નિકોલ, ઓઢવ, શાહીબાગ વટવા જીઆઇડીસી જેવા વિસ્તારોમા છેલ્લા ૨૪ કલાકમા પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
ક્યા વિસ્તારમાંથી કેટલા લોકો જુગાર રમતા ઝડપાયા
અમદાવાદ શહેરના એરપોર્ટ ખાતેથી ૨૦, અમરાઇવાડી ૧૦, ગોમતીપુર ૯, ઇસનપુર ૧૭, ખોખરા ૧૨, નારોલ, ૧૩, નિકોલ ૭, ઓઢવ, ૨૨, રામોલ ૧૧, સરદારનગર ૨૧, મેઘાણીનગર ૯, વટવા જીઆઈડીસી ૧૦, નરોડા ૮, કૃષ્ણનગર ૧૧ મળી કુલ ૧૭૯ જુગારીયાઓને ૧,૧૩૬,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

 

Related posts

રાજકોટમાં ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૫ ફુટે ખોલાયા

saveragujarat

સુરક્ષા બળોની સતર્કતાથી હુમલો ટળ્યો, પુલવામામાં ૩૦ કિલોે આઇઇડી જપ્ત કર્યું

saveragujarat

અગ્નિપથ યોજના સ્વૈચ્છિક છે, વાંધો હોય તે ન જાેડાયઃ દિલ્હી હાઈકોર્ટ

saveragujarat

Leave a Comment