Savera Gujarat
Other

PM મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું લોકાર્પણ કર્યું

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  રાજભવનથી દહેગામ સુધીનો રોડ શો પૂર્ણ કરીને પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ આયોજિત કરાયો છે. જેમાં ગૃહમંત્રી અમિત પણ હાજર રહ્યાં છે. PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું  લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કુલ 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આપવામાં આવી. જેમાંથી 13 વિદ્યાર્થીઓને માનદ ડૉક્ટરેટની પદવી, 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા.

આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ પહેલા પોલીસનં આધુનિકરમ કર્યું, અને બાદમાં રક્ષા યુનિવર્સિટી બનાવી. આ યુનિવર્સિટી થકી તેમણે દેશભરમાં એક મોડલ તૈયાર કર્યું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હવે પોતાનો વ્યાપ વધારી રહી છે. આ યુનિ તમામ ક્ષેત્રમાં જઈને પોતાના કેમ્પસ ખૂલે તે દિશામાં કામ કરી રહી છે. લો એન્ડ ઓર્ડરના લેવલે કામ કરનારા લોકોને પહેલેથી જ પ્રોફેશનલી તૈયાર કરે છે. તેઓને કર્મયોગી બનાવવા સારુ ઈન્ફ્રાસ્ટ્રાક્ચર પુરૂ પાડે છે.

1019 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે 
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ પદવીદાન સમારોહ છે. જેમાં 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. દેશના 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે. આ યુનિવર્સિટીની 10 શાખાઓમાં પોલીસ વિજ્ઞાન તથા સુરક્ષા સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસ આપવામાં આવે છે.  લોકસભામાં બિલ પાસ કરીને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ડિપ્લોમાથી લઈને ડૉક્ટરેટ સ્તર સુધી, પોલીસ વિજ્ઞાન અને વ્યવસ્થાપન, ફોજદારી કાયદો અને ન્યાય, સાયબર મનોવિજ્ઞાન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી, ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન, વ્યૂહાત્મક ભાષાઓ, આંતરિક સંરક્ષણ અને વ્યૂહરચનાઓ, શારીરિક શિક્ષણ અને રમતગમત, દરિયાઇ અને દરિયાઇ સુરક્ષામાં 38 શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સ્થાપનાનો હેતુ
પોલીસ યુનિવર્સિટી ઑફ ઇન્ડિયાની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના ભારતીય સંસદ અધિનિયમ નંબર 31, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એક્ટ, 2020 દ્વારા કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ માટે શૈક્ષણિક-સંશોધન-તાલીમ ઇકોસિસ્ટમ બનાવવાનું હતું. રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસ શિક્ષણ, સંશોધન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઊંચી લાયકાત ધરાવતી ફેકલ્ટી, પ્રતિબદ્ધ માનવ સંસાધનો દ્વારા પ્રેરિત સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. બૌદ્ધિક રીતે ઉત્તેજીત કરી વ્યાવસાયિક રીતે શિસ્તબદ્ધ વાતાવરણ અને વિશ્વવ્યાપી નેટવર્ક વહેંચણી અને આદાનપ્રદાનનો હેતુ આ સંસ્થાનો છે.

 

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ૬૧માં જન્મદિવસ નિમિત્તે અડાલજ ત્રિમંદિર પહોંચી પૂજા આરાધના કરી

saveragujarat

ઉપલેટામાં કારનો અકસ્માત, સામસામે ધડાકાભેટ અથડાતા 8 ને ઈજા પહોચી-માત્રી માતાના દર્શને જવા નીકળ્ય હતા.

saveragujarat

સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું

saveragujarat

Leave a Comment