Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સરકારી હોસ્પિટલ્સમાં જીન્સ, પ્લાઝો, બેકલેસ ટોપ પર પ્રતિબંધ

સવેરા ગુજરાત,હરિયાણા, તા.૧૧
હરિયાણાની સરકારી હોસ્પિટલોમાં હવે ફેશન ચાલશે નહીં. ત્યાંના ડોક્ટર અને સ્ટાફ માટે ડ્રેસ કોડ લાગુ કરી દેવાયો છે. આરોગ્ય વિભાગના નવા ડ્રેસ કોડમાં જીન્સ, પ્લાઝો, બેકલેસ ટોપ, સ્કર્ટ જેવા ફેશનવાળા કપડા પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. હેરસ્ટાઈલ પણ નક્કી કરવામાં આવી છે. પુરુષ કર્મચારીઓના વાળ કોલરથી લાંબા હોવા જાેઈએ નહીં. મહિલાઓ સ્ટાઈલિશ ડ્રેસ, હેવી જ્વેલરી અને મેકઅપ યુઝ કરી શકશે નહીં. નખ પણ લાંબા ચાલશે નહીં. ડ્રેસ કોડનો અમલ ન કરનાર સ્ટાફને ડ્યુટી પર ગેરહાજર ગણીને કાર્યવાહી કરવામાં આવશે.કોઈ રંગનું જીન્સ, ડેનિમ સ્કર્ટ, ડેનિમ ડ્રેસ, સ્વેટ શર્ટ, સ્વેટ શૂટ, શૉર્ટ્‌સ, સ્લેક્સ ડ્રેસ, સ્કર્ટ, પ્લાઝો, સ્ટ્રેચ ટી-શર્ટ અને પેન્ટ, ફિટિંગ પેન્ટ, કેપરી, હિપ હગર, સ્વેટપેન્ટ, સ્ટ્રેપલેસ કે બેકલેસ ટોપ, ક્રૉપ ટોપ, કમર લાઈનથી નાનુ ટોપ, ડીપ નેક ટોપ, ટેન્ક ટોપ, ઓફ શોલ્ડર બ્લાઉઝ કે સ્નીકર-સ્લીપર પહેરી શકાશે નહીં. ડ્રેસ કોડમાં આ આદેશ- સિક્યોરિટી, પરિવહન, સફાઈ અને રસોઈ કર્મચારી પોતાની વર્દીમાં હોવા જરૂરી છે.- હોસ્પિટલ સ્ટાફ માટે નેમ પ્લેટ જરૂરી છે. જેમાં કર્મચારીનું નામ અને પદ હોવુ જરૂરી છે- નર્સિંગ કેડર સિવાય સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેરી શકાશે. – વધારે પડતા ખુલ્લા કે ચુસ્ત કપડા હોવા જાેઈએ નહીં. અસામાન્ય હેર સ્ટાઈલ કે હેર કટિંગ પણ ચાલશે નહીં.- ડ્રેસ કોડ માટે કલર નક્કી કરવાનો અધિકાર સિવિલ સર્જનોને આપવામાં આવ્યો છેડ્રેસ કોડ લાગુ કરવાના ૨ કારણ – મહિલા સ્ટાફ ડ્રેસના બદલે પ્લાઝો, એમ્બ્રોઇડરી સૂટ, પજામી ટોપ, શૉર્ટ કુર્તી અને ચુસ્ત કપડા પહેરીને આવી રહ્યા હતા. – પુરુષ સ્ટાફ જીન્સ, ટી-શર્ટ, સ્પોર્ટ્‌સ કે લોફર શૂઝ, સ્નીકર્સ પહેરીને આવી રહ્યા હતા. આની ફરિયાદ સરકારને મળી, જે બાદ આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે.હરિયાણા સરકારના આ આદેશ તમામ કર્મચારીઓ પર લાગુ થશે. હોસ્પિટલ સ્ટાફમાં રેગ્યુલર સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ આનો અમલ કરવો પડશે. ક્લીનિકલ અને પેરામેડિકલ સિવાય સફાઈ, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટ, ટેક્નિકલથી લઈને રસોડામાં કામ કરનાર માટે યુનિફોર્મ જરૂરી છે. વહીવટી કાર્ય કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પણ જીન્સ-ટીશર્ટ પહેરી શકશે નહીં. તેમને પણ ફોર્મલ કપડા પહેરવા પડશે.આ મામલે હરિયાણાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અનિલ વિજે કહ્યુ કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈએ તો એક પણ કર્મચારી યુનિફોર્મ વિના જાેવા મળતા નથી. સરકારી હોસ્પિટલમાં ખબર જ નથી પડતી કે કોણ દર્દી છે અને કોણ કર્મચારી. દરમિયાન સ્ટાફ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. જે માટે યુનિફોર્મ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

Related posts

PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પાલીતાણા કન્યા વિદ્યાલય ખાતે “ઉજવલ” યોજના કાયૅકમ માં ઉપસ્થિત રહ્યા નામાંકિત મહાનુભવો…

saveragujarat

અમદાવાદ ખાતે ૮ વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.

saveragujarat

જો યુવાનો બંધારણને સમજી જાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઇ જાય: મોદી

saveragujarat

Leave a Comment