Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જો યુવાનો બંધારણને સમજી જાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઇ જાય: મોદી

નવી દિલ્હી,તા.26
આજે બંધારણ દિવસે યોજાયેલા સમારોહમાં ભાગ લેવા વડાપ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ તકે મોદીએ જણાવ્યું હતું કે, બંધારણના કારણે જ આજે દેશના ગરીબો અને મહિલાઓ સશકત છે. આજે ભારત તમામ મુશ્કેલીઓને પાછળ રાખીને આગળ નીકળી ગયો છે.વડાપ્રધાને જણાવ્યું હતું તે યુવાનોને દેશના બંધારણના જાણકારી હોવી જરૂરી છે. જયારે તેઓ બંધારણને જાણશે તો તેમને અનેક સવાલોના જવાબો મળી જશે. આ તકે વડાપ્રધાન મોદીએ ઇ-કોર્ટ પરિયોજનાનો આરંભ કરાવ્યો હતો. આ યોજનાથી લોકોને ન્યાય મેળવવામાં સરળતા મળી રહેશે.વડાપ્રધાને જણાવ્યું હતું, આજે પુરા વિશ્વની નજર ભારત પર ટકી છે. આની પાછળ સૌથી મોટી તાકાત આપણું બંધારણ જ છે. આ તકે વડાપ્રધાને આજના દિવસે વર્ષ 2008માં 26/11ના મુંબઇના આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, 14 વર્ષ પહેલા જયારે ભારત પોતાના બંધારણ અને નાગરીકોમાં અધિકારીઓનો ઉત્સવ ઉજવી રહયો હતો. ત્યારે માનવતાના દુશ્મનોએ ભારત પર સૌથી મોટો આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં જીવ ગુમાવનારાઓને હું શ્રદ્ધાંજલી આપુ છું.ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરી બંધારણ આપનાર દેશના મહાન નેતાઓને શ્રદ્ધાંજલી આપી હતી.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૭મી પ્રાગટ્ય જયંતી આદિ મહાપર્વોની પરમોલ્લાસભેર ઉજવણી

saveragujarat

રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં લો પ્રેશર સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી ઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્કૂલ કોલેજાેમાં બંધ

saveragujarat

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

saveragujarat

Leave a Comment