Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમેઠીની પ્રજાએ રાહુલને જાદુ બતાવ્યો હતો : સ્મૃતી ઈરાની

નવી દિલ્હી, તા.૮
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ગાંધી પરિવાર પર ઉત્તર પ્રદેશના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે જે વ્યક્તિને અમેઠીના લોકોએ જાદુ દેખાડ્યો હતો તે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરી રહ્યા છે.સ્મૃતિ ઈરાનીએ એ જ ‘જાદુ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જે રાહુલ ગાંધીએ લોકસભામાં તેમની ટિપ્પણી દરમિયાન ભાજપના શાસનમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની તરક્કીના સંદર્ભમાં ઉપયોગ કર્યો હતો.ગાંધી પરિવારનું નામ લીધા વિના પ્રહાર કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વર્ષ ૧૯૮૧માં અમેઠીમાં એક ખૂબ જ પ્રખ્યાત ફાઉન્ડેશને ૬૨૩ રૂપિયાના ભાડા પર ૪૦ એકર જમીનનો કબજાે લીધો હતો અને તેના પર મેડિકલ સુવિધા બનાવવાનું વચન આપ્યું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ૩૦ વર્ષથી અમેઠીના લોકોને કહેવામાં આવ્યું હતું કે, મેડિકલ કોલેજ ખોલવામાં આવશે પરંતુ જે જમીન પર મેડિકલ કોલેજની વાત કરવામાં આવી હતી તે જમીન પર પરિવારે પોતાના માટે એક ગેસ્ટહાઉસ બનાવી દીધું. સ્મૃતિ ઈરાનીએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીને ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી લોકસભા બેઠક પરથી હરાવ્યા હતા.સ્મૃતિ ઈરાનીએ એ પણ દાવો કર્યો કે, એક ગંભીર બીમારીનો સામનો કરી રહેલા નન્હે લાલ મિશ્રાને ‘પરિવાર’ની જમીન પર બનાવવામાં આવેલી હોસ્પિટલથી એવું કહીને પાછા મોકલી દીધા હતા કે, તેમણે પોતાનો ઈલાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્માન ભારત યોજના હેઠળ કરાવવો જાેઈએ. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હું ઈચ્છતી હતી કે, નાના લાલ મિશ્રા આ બધું ગૃહને કહી શક્યા હોત પરંતુ તેમનો અવાજ સાંભળી શકાતો નથી કારણ કે તેઓ મૃત્યુ પામ્યા છે. આ એ લોકો છે જે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા છે તેમના પર કટાક્ષ કરી રહ્યા છે પરંતુ તેઓએ એક વ્યક્તિને મરવા દીધો હતો. તેમની પાસે હજુ પણ ૪૦ એકર જમીન છે… સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ હતા જેમણે અમેઠીના લોકોને મેડિકલ કોલેજ આપી છે.

Related posts

તેલંગણાના મંત્રીએ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે ફટકારી દીધો દંડ, મંત્રીએ ટ્રાફિક પોલીસનું કર્યું સન્માન…

saveragujarat

અમૂલના દુધમાં ભાવ વધારો ઝીંકાયો.

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન થયું છે. વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન

saveragujarat

Leave a Comment