Savera Gujarat
Otherતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૩૭૮, નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો ઊછાળો જાેવા મળ્યો

મુંબઈ, તા.૮
ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાપકપણે અપેક્ષિત રેપો રેટમાં વધારો કર્યા બાદ બુધવારે ભારતીય શેરબજારમાં તેજી જાેવા મળી હતી. સેન્ટ્રલ બેંકે અર્થશાસ્ત્રીઓની અપેક્ષા અનુસાર કી પોલિસી રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેના કારણે બજારમાં ધમધમાટ જાેવા મળ્યો હતો. સાંજે બજાર બંધ થતાં, પેટીએમના શેરધારકોને તેજીનો લાભ મળ્યો, જ્યારે ઝોમેટોના શેરમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, સિમ્ફની, સુપ્રિયા લાઇફ સાયન્સ, અરબિંદો ફાર્મા, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ, ભારત ડાયનેમિક્સ, એચડીએફસી બેન્કના શેરમાં ઘટાડો થયો હતો.વૈશ્વિક બજારમાં તેજીના સંકેતો વચ્ચે બુધવારે આરબીઆઈ એમપીસીના ર્નિણયોની સકારાત્મક અસર સ્થાનિક શેરબજારમાં જાેવા મળી હતી. પરિણામે શેરબજાર જાેરદાર બંધ થયું હતું. સેન્સેક્સ રૂ. ૩૭૭.૭૫ અથવા ૦.૬૩ ટકાના વધારા સાથે ૬૦,૬૬૩.૭૯ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૧૫૦.૨૦ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકાના વધારા સાથે ૧૭,૮૭૧.૭૦ પર મજબૂત બંધ રહ્યો હતો.બુધવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે પેટીએમના શેરમાં વધારો નોંધાયો હતો. પેટીએમનો શેર રૂ. ૯૧.૪૦ અથવા ૧૫.૫૩ ટકા વધીને રૂ. ૬૮૦ પ્રતિ શેર પર પહોંચ્યો હતો. એ જ રીતે ઝોમેટોનો શેર રૂ. ૪.૪૫ અથવા ૯.૦૨ ટકા વધીને રૂ. ૫૩.૮૦ પર બંધ થયો હતો.બુધવારે જ્યારે સ્થાનિક શેરબજાર બંધ થયું ત્યારે અદાણી ગ્રૂપના મોટાભાગના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ૨૦ ટકા એટલે કે રૂ. ૩૬૦.૫૫નો ઉછાળો નોંધાયો હતો. એ જ રીતે અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મરના શેરમાં ઉછાળો નોંધાયો હતો. તે જ સમયે, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઘટાડો થયો હતો.

Related posts

ચીનમાં જાન્યુઆરીમાં કોરોનાથી રોજના ૨૫ હજારના મોતની શક્યતા

saveragujarat

સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો

saveragujarat

દેશની ટોચની વિમા કંપનીઓ GST ના રડારમાં : બોગસ ઇનવોઇસથી ઇનપૂટ ટેક્સ ક્રેડીટ મેળવી

saveragujarat

Leave a Comment