Savera Gujarat
તાજા સમાચારભારત

તેલંગણાના મંત્રીએ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે ફટકારી દીધો દંડ, મંત્રીએ ટ્રાફિક પોલીસનું કર્યું સન્માન…

તેલંગાણાના મંત્રી કેટી રામારાવે બે ટ્રાફિક પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી છે અને ખોટી દિશામાં જતા વાહન પર દંડ લાદવા બદલ તેમનું સન્માન કર્યું છે. મંત્રીએ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા અધિકારીઓની પ્રશંસા કરી છે. હકીકતમાં, સબ-ઇન્સ્પેક્ટર ઇલૈયા અને કોન્સ્ટેબલ વેંકટેશ્વરલુએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ મંત્રીને દંડ ફટકાર્યો હતો.

 

તદુપરાંત, હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારે પણ ટ્રાફિક પોલીસકર્મીઓની કોઇપણ જાતના પક્ષપાત વગર નિષ્ઠાપૂર્વક તેમની ફરજો નિભાવવા બદલ પ્રશંસા કરી હતી. હકીકતમાં, ગાંધી જયંતિના દિવસે, તેલંગાણા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ મંત્રી કેટી રામારાવનું વાહન રોકી અને ડ્રાઈવરને યોગ્ય દિશામાં જવાનો નિર્દેશ આપ્યો. જે બાદ તેલંગાણાના મંત્રી કેટી રામારાવે દંડ ચૂકવ્યો અને ટ્રાફિક દંડ ફટકારવા માટે અધિકારીઓની પ્રશંસા કરી. તેમણે અધિકારીઓની મુલાકાત લીધી અને તેમના કામની પ્રશંસા કરી.

રામારાવે કહ્યું કે, ટ્રાફિકના નિયમો દરેક માટે છે. પછી તે નાગરિક હોય કે જનપ્રતિનિધિ. તેમણે કહ્યું કે, સરકાર એવા અધિકારીઓની સાથે છે જે ઈમાનદારીથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરું છું, જોકે, હું તે સમયે કારમાં ન હતો. આ ઘટના 2 ઓક્ટોબરે બાપુ ઘાટ પર બની હતી.

Related posts

ડીસામાં મધરાત્રીએ જોરદાર પડેલા વરસાદે ખોલી ડીસા નગરપાલિકાની પોલ…

saveragujarat

રાજભવન ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત કરતા શ્રીલંકાના ઉચ્ચાયુક્ત

saveragujarat

વિજય રૂપાણીના રાજીનામા પર છલકાયું દીકરીનું દુખ, કહ્યું- આતંકવાદી હુમલા વખતે મારા પિતા નરેન્દ્ર મોદી પહેલા પહોંચી ગયા હતા…

saveragujarat

Leave a Comment