Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પત્નીનાં ત્રાસથી પતિએ પુત્રને ગળેફાંસો આપી પોતે જીવન ટૂંકાવ્યું

સવેરા ગુજરાત,વડોદરા, તા.૮
બાપોદ ગામમાં રહેતા રિક્ષા ડ્રાઇવરે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યા પ્રમાણે, રિક્ષા ડ્રાઇવરે પોતાની પત્નીથી ત્રાસીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. આ અંગે બાપોદ પોલીસે કાયગેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, શહેરનાં વાઘોડિયા રોડ પર બાપોદ ગામ વુડાના મકાનમાં રહેતા ૩૨ વર્ષના પરેશ કનુભાઇ સીંકલીગરે પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પરેશભાઇ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. પત્ની આશાબેન તથા ૧૧ વર્ષના પુત્ર સાથે રહેતા હતા. તેમણે શનિવારે બપોરે પોતાના ઘરે પુત્રને ગળા ફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો.ત્યારબાદ બીજા રૂમમાં જઇને પોતે પણ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.તેમની પત્ની આશાબેન જ્યારે બપોરે બંગલાઓમાં કામ કરીને ઘરે પરત આવતા હતા. ત્યારે આ વાતની જાણ થઇ હતી. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આશાબેન જ્યારે ઘરે આવ્યાં ત્યારે તેમનાથી ઘરનો દરવાજાે ખુલ્યો ન હતો. જેથી તેમણે બૂમો પાડી તો પણ અંદરથી કોઇએ દરવાજાે ન ખોલ્યો. તેમની બૂમો સાંભળીને આસપાસથી લોકો પણ ત્યાં આવી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિએ ચોથામાળેથી અંદર આવીને દરવાજાે ખોલ્યો હતો.દરવાજાે ખોલતા જ પત્ની અને આસપાસનાં લોકો એકદમ ચોંકી ગયા હતા. જે બાદ બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. પતિએ ગળેફાંસો ખાતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી હતી જેમાં પોતાની વ્યથા વર્ણવી હતી. ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, પત્નીનાં ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. પરંતુ મારા માર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.આ ઉપરાંત ચિઠ્ઠીમાં જણાવ્યુ કે, મારા બે મિત્રોએ મને આર્થિક સંકટમાં ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રોએ મકાન ઉપર લોન લઇને મને પૈસા આપ્યા છે. મારા મિત્રોએ સખીમંડળમાંથી લોન લીધી છે. તેઓને હું પૈસા આપી શક્યો નથી તે બદલ હું માફી માંગુ છુ. મારી રિક્ષા વેચીને તેમને પૈસા પરત કરી દેજાે. મારા મિત્રોએ મને અંતિમ સમયે મને મદદ કરી હતી. આ સાથે પરેશભાઇએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે, હું મોટી બહેનની માફી માંગુ છુ. તેમણે મોટી બહેનનાં રૂપિયા પણ પરત ન આપતા તેમની પણ માફી માંગી છે.

Related posts

રાણીપ વિસ્તારમાં ગરીબોના અનાજનું બારોબારીયું કરતું સન્ની નામનો શખ્સ કોણ?

saveragujarat

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ભાજપ કોંગ્રેસ ને લઈ કરી આ મોટી આ જાહેરાત…

saveragujarat

પહેલી વખત ધારાસભ્યોની યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ

saveragujarat

Leave a Comment