Savera Gujarat
Other

રાણીપ વિસ્તારમાં ગરીબોના અનાજનું બારોબારીયું કરતું સન્ની નામનો શખ્સ કોણ?

  • રાણીપ, શાહપુર, વાડજ, નારણપુર અને સોલમાં આવેલી મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં ચાલતો અનાજનો કાળો કારોબાર
  • સન્ની સ્થાનિક પોલીસ અને પુરવઠાના કર્મચારી સાથે સુવાળા સંબંધ હોવાનો જનતા જર્નાદન મત                                                                                                                                                                                                                              
  •  સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૫ FCI વિભાગ અંતર્ગત રેશનિંગની દુકાનોના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજના કાળા કારોબારીઓ એટલી હદે ફાટી નીકળ્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર જ વેચી મારવાનું કામ કરી રહ્યા છે. અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ ના શાહપુર, રાણીપ, વાડજ, નારણપુરા, સોલા સહિતના વિસ્તારમાં આવેલી રેશનિંગની દુકાનના વેપારીઓ દ્વારા રાણીપમાં રહેતા સન્ની સાથે ઘરોબો રાખી FCIદ્વારા આપવામાં આવતો તમામ જથ્થો બારોબાર પોતાની દુકાનેથી સન્નીની ઇકો ગાડી અને ઓમની ગાડીમાં ભરી આપી બારોબાર વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે. તો આ ઇકો ગાડી અને ઓમની ગાડી કોની માલિકીની છે અને શું આ ગાડીઓમાં ચાલતી અનાજની કાળા બજારી રાણીપ પોલીસ સ્ટેશનના અધિકારી કે, અમદાવાદ શહેરના ફૂડ કન્ટ્રોલ વિભાગ ને આ બાબત ધ્યાને નથી કે શું ? કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે આ બધા જ અધિકારીઓ તે પણ એક પ્રશ્ન ઉદ્દભવ્યો છે. જ્યારે ગરીબો અનાજ લેવા આવે ત્યારે આ દુકાનોના વેપારી દ્વારા અનાજ નહીં આપી ને જણાવે છે કે આ મહિને જથ્થો ઓછો આવ્યો છે તો ઓછો આપીશું તેમ કહી ગરીબોના અન્ન નો કોળિયો વેપારીઓ અને સન્ની નામનો ઈસમ છીનવી રહ્યો છે
  • જાે આ દુકાનના વેપારીઓ અને સન્ની નામની વ્યક્તિ ઉપર ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા વોચ રાખવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે આ સન્ની નામના ઇસમે એટલી હદે ઘરોબો બનાવી દીધો છે કે નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેના ઉપર કાર્યવાહી કરવામાં આઉ ભાઇ હરખા આપણે બેઉ સરખાની નિતી અપનાવી રહ્યા હોવાનું સ્થાનિક જનતા જર્નાદન જણાવી રહી છે. સન્ની નામનો વ્યકિત રાણીપ પોલીસ સ્ટેશનના વહીવટદાર અને પીઆઈ સાથે પણ સુવાળા સંબંધો ધરાવતો હોવાની ચર્ચાએ આ વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી છે. ત્યારે વિજિલન્સની ટીમ, કે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ખાનગી રાહે વોચ રાખવામાં આવે તો લાખો રૂપિયાના ગરીબોના ચાલતાં આ અનાજના કાળા કોરાબારનો પર્દાફાશ થઇ શકે તેમાં કોઇ બેમત નથી.

અહેવાલ – હાર્દિક શેઠ

Related posts

31 માર્ચ સુધીમાં પાન-આધાર લીંકઅપ કરાવી લેજો નહીંતર પાન ડીએક્ટીવ

saveragujarat

દેશના વિકાસમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ ખૂબ અગત્યનો

saveragujarat

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાતા ભાવનાબેન ઠાકોરના બેસણામાં જઇ પરિવારજનોના સત્કાર્યને બિરદાવ્યુ

saveragujarat

Leave a Comment