Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

એરપોર્ટના ટોઈલેટમાંથી ૪૫ લાખનું સોનું મળ્યું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૩
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટે પરથી દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ભૂતકાળમાં કેટલાંક મુસાફરો સોના સાથે ઝડપાયા હોય એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી એક સફાઈ કર્મચારીને ૮૦૦ ગ્રામ સોનું મળ્યું હતું. આ સફાઈકર્મી ટોઈલેટ સાફ કરી રહ્યો હતો એ સમયે તેને ૮૦૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું. જે બાદ આ સફાઈકર્મીએ આ સોનું કસ્ટમ વિભાગને સોંપીને પોતાની ઈમાનદારી દર્શાવી હતી. ત્યારે એરપોર્ટ તંત્રએ પણ સફાઈકર્મીની ઈમાનદારીને બિરદાવી હતી. કસ્ટમ વિભાગે આ સોનું કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સોનું કોનું છે અને કોણ મૂકી ગયુ હતું એ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગતો એવી કે, હરવિંદર નારુકા મૂળ રાજસ્થાનના છે અને તેઓ અહીં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. ઈન્ટરનેશલ ટર્મિનલ ૨માં અરાઈવલમાં કર્મચારીઓ દ્વારા ટોઈલેટમાં સફાઈની કામગીરી બરાબર થાય છે કે કેમ તેનું તેઓ ચેકિંગ કરી રહ્યા હતા. આ સમયે તેમને ટોઈલેટનો ફ્લશ ટેન્ક ખુલ્લો જાેવા મળ્યો હતો. એટલે તેઓએ અહીં ચેકિંગ કર્યુ હતુ. આ સમયે તેમને અંદરથી પ્લાસ્ટિકની બે બેગ મળી હતી. જ્યારે સુપરવાઈઝર હરવિંદર નારુકાએ જાેયું તો અંદર સોનાના બે કડાં હતા અને તે સોનાના હતા. સોનાના બે કડા જાેઈને તેમને પણ નવાઈ લાગી હતી. જે બાદ તેઓએ આ સોનાના કડા કસ્ટમ વિભાગને સોંપ્યા હતા. સોનાના કડા કસ્ટમ વિભાગને સોંપીને તેઓએ પોતાની ઈમાનદારી દર્શાવી હતી. જે બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમની ઈમાનદારીને બિરદાવી હતી અને તેમને સન્માનપત્ર પણ આપીને સન્માન કર્યું હતું. કસ્મટ વિભાગે તપાસ્યું તો બંને કડા ૪૦૦-૪૦૦ ગ્રામના હતા. એટલે કે ૮૦૦ ગ્રામનું સોનું હતું અને તેની અંદાજિત કિંમત રુપિયા ૪૫ લાખ હતી. એરપોર્ટે તંત્રનું કહેવું છે કે, ચેકિંગ પહેલાં અબુધાબીની એક ફ્લાઈટ આવી હતી. જેમાંથી આવેલો કોઈ મુસાફર આ સોનું ટોઈલેટમાં મૂકીને રવાના થઈ ગયો હોવાની શંકા છે. જાે કે, આ સોનું કોણ લાવ્યું અને ટોઈલેટ સુધી કોણ મૂકીને ગયું એ અંગે કોઈ વિગતો સામે આવી નથી. પણ સફાઈકર્મીઓના સુપરવાઈઝરે આ સોનું કસ્ટમ વિભાગને પરત કરીને પોતાની ઈમાનદારી દર્શાવતા એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. કસ્ટમ વિભાગે પણ આ સોનું કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

અરવલ્લી:માલપુરના વાંકાનેડા, વિરણીયા પંથકમાં પાણીના તળ નીચે જતાં ખેડૂતો પાકને બચાવવા બન્યા ચિંતીત.

saveragujarat

અનૈતિક સંબંધની શંકામાં પતિએ મિત્રો સાથે મળી પત્નીની હત્યા કરી

saveragujarat

નવ વર્ષની શરૂઆતમાં અંબાજીમાં ભક્તોની ભીડ

saveragujarat

Leave a Comment