Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પંત ડ્રાઈવરનો ખર્ચો તો ઉઠાવી જ શકે છે : કપિલ દેવ

નવી દિલ્હી, તા.૩
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવનું માનવું છે કે, રિષભ પંત જેવા દેશનું પ્રતિનિધિત્વ કરનારા કોઈપણ ક્રિકેટરે ‘વધારે સતર્ક’ રહેવાની જરૂર છે. ગત સપ્તાહે થયેલા અકસ્માત જેવી ઘટનાથી બચવા માટે ખેલાડીઓએ જાતે કાર ચલાવવાને બદલે ડ્રાઈવર રાખી લેવો જાેઈએ. ગત શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર પંતની કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડે જઈને પડી હતી અને તેમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે પંતનો જીવ બચી ગયો હતો, પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પંત તેની માતાને ‘સરપ્રાઈઝ’ આપવા માટે રુડકી જઈ રહ્યો હતો. હાલ તેની સ્થિતિમાં સુધારા બાદ મેક્સ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી ખાનગી વોર્ડમાં તેને શિફ્ટ કરી દેવાયો છે. કપિલ દેવેએ એક ટીવી કાર્યક્રમમાં કહ્યું કે, ‘આપણે આવી દુર્ઘટનાઓને ટાળી શકીએ છીએ. આવા વિશેષ ખેલાડીઓએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે હું એક ઉભરતો ક્રિકેટર હતો, તો મને બાઈક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. એ દિવસ પછી મારા ભાઈએ મને બાઈક અડવા પણ દીધી ન હતી. હું બસ ભગવાનનો આભારી છું કે, રિષભ પંત સુરક્ષિત છે. કપિલે કહ્યું કે, ‘ખેલાડીઓએ સાવધાની રાખવી જાેઈએ. તેમણે જાતે કાર ચલાવવાની જરૂર નથી. તે સરળતાથી એક ડ્રાઈવરનો ખર્ચ ઉઠાવી શકે છે. હું સમજું છું કે, કોઈને આવા કામ કરવાનું ઝનૂન હોય છે, પરંતુ તમારી જવાબદારીઓ પણ હોય છે. તમારે પોતે જ તમારું ધ્યાન રાખવું પડશે. પંતને ઘૂંટણ અને એડીમાં ગંભીર ઈજાના કારણે ઓછામાં ઓછા છ મહિના માટે રમી શકશે નહીં. તેની ઈજા પર બીસીસીઆઈ નજર રાખી રહ્યું છે. કાર એક્સીડન્ટ પહેલા રિષભ પંત બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ સીરિઝમાં શાનદાર રમત બતાવી હતી. જાેકે, તેમ છતાં તેને શ્રીલંકા સામે ઘરમાં રમાયેલી વન-ડે અને ટી૨૦ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ નહોંતો કરાયો. રિપોર્ટ મુજબ કહેવાઈ રહ્યું હતું કે, પંતને ઘૂંટણમાં ઈજા થઈ છે, જેના માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ માટે જાશે. જાેકે, એ પહેલા તેનો એક્સીડન્ટ થઈ ગયો.

Related posts

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

saveragujarat

સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નીચે દર્શાવેલ નાયબ સેક્શન અધિકારીઓની બદલી કરી નાણા વિભાગ ખાતે નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે છે

saveragujarat

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો વરસાદ થયો

saveragujarat

Leave a Comment