Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મહિલાઓની ભાગીદારીથી વિજ્ઞાનને સશક્ત બનાવવું જાેઈએઃ મોદી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી ખાતે ૧૦૮મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરી હતી. આઈએસસી૨૦૨૩ની થીમ ‘મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’આવી રાખવામાં છે. સાયન્સ કોંગ્રેસની વાર્ષિક સમિટમાં ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને તેને હાંસલ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાને કહ્યું કે, આ વખતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ પણ એક એવો વિષય છે જેની વિશ્વમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ટકાઉ વિકાસ સાથે જ વિશ્વનું ભવિષ્ય સુરક્ષિત છે. એટલા માટે આપણે ટકાઉ વિકાસની થીમને મહિલા સશક્તિકરણ સાથે જાેડી છે. આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે વિજ્ઞાન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થવું જાેઈએ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જાેઈએ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપવી, આ મારો ઉદ્દેશ્ય છે. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આગામી ૨૫ વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, જ્યારે વિજ્ઞાનમાં જુસ્સા સાથે દેશ સેવા કરવાના સંકલ્પને જાેડવામાં આવે છે ત્યારે પરિણામો પણ અભૂતપૂર્વ મળે છે. આજનુ ભારત જે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે તેના પરિણામો પણ આપણે જાેઈ રહ્યા છીએ. ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપથી વિશ્વના ટોચના દેશોમાંનો એક બની રહ્યું છે.આજના તેમના સંબોધનમાં બીજી ઘણી વાતોનો ભારતના સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો. જેમકે, ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષની વાત કરી હતી. હાલ દરે ક્ષત્રે મહિલાઓની ભાગીદારી વિશે પણ વાત કરી હતી. ભારતના સ્ટાર્ટ-અપ રેન્કિંગ અંગે પણ ચર્ચા કરી હતી. વધારામાં તેમણે ટેકનોલોજીના ફાયદા વિશે વાત કરી અને જણાવ્યું હતું કે, ટેકનોલોજીથી કેટલાય મોટા ફેરફારો સંભવ થઇ શકે છે.

Related posts

અરવલ્લી જિલ્લાનુ કથિત શેષ કૈભાંડનો મામલો-સત્તાધિશોને શેષ ચોરીના 10 થી 15 બિલ મળી આવ્યા.

saveragujarat

અમદાવાદ, અમરેલી, ભૂજ, વલસાડ સૌથી ગરમ શહેર

saveragujarat

મોદીએ અમિત શાહ સાથે મણિપુરમાં હિંસા સહિતના મુદ્દા પર ચર્ચા કરી

saveragujarat

Leave a Comment