Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો વરસાદ થયો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વસ્ત્રાપુરમાં તો કરા પડ્યા હોવાની માહિતી મળી હતી. શરૂઆત અગાઉ જ અમદાવાદમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે અને સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, ઇ્‌ર્ં સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પાણી પાણી થયા હતા.હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. અગમચેતીના ભાગરુપે ૭૦૦ જેટલી બોટ સાથે માછીમારો જાફરાબાદ પરત પહોચ્યા હતા. આગાહીને પગલે આ વર્ષે માછીમારીની સિઝન પહેલા જ માછીમારો પોતાના વતન પરત ફર્યા હતા.હવામાન વિભાગે ૨૮ અને ૨૯ તારીખે ભારે વરસાદની આગાહી કરી છે અને કોઈક અલગ જ પ્લાન હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં સાંજના વાવાઝોડાની થોડી શક્યતા છે અને રાત્રિનું તાપમાન ૨૮ °ઝ્ર આસપાસ રહેવાની ધારણા છે. આગામી ૩ કલાક વરસાદની આગાહી સાથે ૫૬% વાદળો છવાયેલ રહેવાની શક્યતા છે. આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે. વાવાઝોડાની પણ ૫૯% શક્યતા છે.

Related posts

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાથી હાલ રૂા.65000 કરોડની રાહત

saveragujarat

પેપર તંગીને લીધે શ્રીલંકામાં શાળાની પરીક્ષા રદ કરાઈ

saveragujarat

દહેગામ બેઠકથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી નહીં લડે

saveragujarat

Leave a Comment