Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગૌતમ અદાણીને રાજીવ ગાંધી પાસેથી ખૂબ મદદ મળી

નવી દિલ્હી, તા.૨૯
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોટા ભાગે પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કરતા અદાણી અને અંબાણીનું નામ લેતા રહે છે. તેઓ આરોપ લગાવતા રહે છે કે, મોદી સરકાર પોતાના અમુક ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડે છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે, ગૌતમ અદાણીએ એક કાર્યક્રમમાં રાહુલના પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વખાણ કર્યા હતા. તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. જી હાં, અદાણીએ કહ્યું કે, જાે રાજીવ ગાંધી ન હોત તો મારી શરુઆત આવી ન થાત. આ ઈન્ટરવ્યૂમાં અદાણીને મોદી સાથે સંબંધોને લઈને પણ સવાલો કરવામાં આવ્યા હતા. પણ સૌથી પહેલા જાણી લઈએ કે, દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિએ રાજીવ ગાંધી વિશે શું કહ્યું? અદાણીએ કહ્યું કે, તેમની સફર ત્યારે શરુ થઈ, જ્યારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા.
તેમણે કહ્યું કે, કેટલાય લોકોને જાણીને નવાઈ લાગશે કે, મારી સફર ત્યારે શરુ થઈ, જ્યારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા. જ્યારે તેમણે એક્ઝિમ પોલિસીને પ્રોત્સાહન આપ્યું અને પહેલી વાર કેટલીય વસ્તુ ર્ંય્ન્ (ઓપન જનરલ લાયસન્સ) લિસ્ટમાં આવી, તેનાથી મને એક્સપોર્ટ હાઉસ શરુ કરવામાં મદદ મળી. જાે તેઓ ન હોત તો મારી આવી શરુઆત ન થાત. ઈન્ટરવ્યૂમાં તે સવાલ પણ પુછાયો જેની ખૂબ ચર્ચા થતી રહે છે. આલોચક કહે છે કે, પીએમ મોદીના કાર્યકાળમાં અદાણીનું સામ્રાજ્ય ખૂબ ફુલ્યુફાલ્યું. તેના પર અદાણીએ જવાબ આપ્યો કે, જુઓ પ્રધાનમંત્રી મોદી અને હું બંને ગુજરાતમાંથી આવીએ છીએ, તેથી મારા પર આવા આરોપ લગાવવા સરળ છે. જ્યારે હું પાછુ વળીને મારી એન્ટરપ્રેન્યોર જર્નીને જાેઉં છું, તો હું તેને ચાર તબક્કામાં વહેંચી શકુ છું. આ દરમિયાન તેમણે રાજીવ ગાંધીના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો, તે સમયે જ તેમની શરુઆત થઈ હતી.
આગળ તેમણે કહ્યુ કે, બીજાે મોકો આવ્યો ૧૯૯૧માં, જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે આર્થિક સુધાર શરુ કર્યા, મારી સાથે ઘણા બધા લોકોને તેનો ફાયદો થયો. તેના વિશે પહેલા પણ ઘણું લખાઈ ચુક્યું છે. ત્રીજાે મોકો ૧૯૯૫માં આવ્યો, જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યાં સુધીમાં ગુજરાતમાં ઔદ્યોગિત વિકાસ ફક્ત મુંબઈથી દિલ્હી એનએચ-૮ પર જ હતો. તેમની દૂરદર્શિતા અને પોલિસીના ફેરફારથી મને મુંદ્રા પર પોતાનું પ્રથમ પોર્ટ બનાવાનો મોકો મળ્યો.
ચોથો મોકો ૨૦૦૧માં આવ્યો, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની નવી દિશા બતાવી. તેમની નીતિઓથી ગુજરાતમાં આર્થિક પરિવર્તનની સાથે સાથે અવિકસિત ક્ષેત્રમાં પણ વિકાસ થયો, તેનાથી ઉદ્યોગ અને રોજગારનો વિકાસ થયો. આજે પ્રધાનમંત્રી મોદી આ વસ્તુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કરી રહ્યા છે. દુર્ભાગ્યથી મારા વિરુદ્ધ એવું બોલવામા આવે છે.

Related posts

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

saveragujarat

ગુજરાતની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની રણનિતી ઘડવા ગુરુવારે અશોક ગેહલોત ગુજરાત આવશે

saveragujarat

દીકરી જગત જનની લગ્નઉત્સવ બન્યો, કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાનનો ત્રિવેણી સંગમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ દીકરી પૂજન કર્યું

saveragujarat

Leave a Comment