Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દુબઈમાં ભારતીયને ૧.૨ કરોડ પરત ન કરતા એક માસની કેદ

દુબઈ, તા.૨૯
થોડા દિવસ પહેલા દુબઈમાં એક ભારતીય નાગરિકના બેંક ખાતામાં ભૂલથી કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આ કેસમાં દુબઈની કોર્ટે એક ભારતીય વ્યક્તિને એક મહિનાની જેલની સજા ફટકારી છે. મામલો પૈસા સાથે જાેડાયેલો છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે ગત ઓક્ટોબરમાં ભૂલથી તેના બેંક ખાતામાં ૫.૭૦ લાખ દિરહામ (૧.૨ કરોડ રૂપિયા) ટ્રાન્સફર થયા હતા, જે ભારતીયે પરત કર્યા ન હતા.આ સાથે દુબઈ ક્રિમિનલ કોર્ટે પણ તે વ્યક્તિને એટલી જ રકમનો દંડ ભરવા માટે કહ્યું છે અને સજા પૂરી થયા બાદ તેને દેશનિકાલ કરવાની સૂચના આપી છે.
જાે કે આ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પોતાના બચાવમાં તેણે કોર્ટને કહ્યું કે તેને ટ્રાન્સફરનો મેસેજ મળ્યો હતો પરંતુ તે પૈસા ક્યાંથી આવ્યા તે ખબર નહોતી પડી.ભારતીય વ્યક્તિએ કોર્ટને કહ્યું કે તેના બેંક ખાતામાં ૫.૭૦ લાખ દિરહામ જમા થતાં તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તે પૈસાથી ભાડું અને અન્ય ખર્ચ ચૂકવ્યા. તેણે વધુમાં કહ્યું કે એક કંપની તેને વારંવાર પૈસા પરત કરવા માટે કહી રહી હતી પરંતુ તેણે ના પાડી. કારણ કે તેની વાતમાં તેને વિશ્વાસ ન હતો.આ પૈસા મેડિકલ ટ્રેડિંગ કંપની દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કંપનીના એક અધિકારીએ ન્યાયાધીશને કહ્યું કે તે તેના સપ્લાયરને પૈસા ટ્રાન્સફર કરી રહ્યો હતો. તે દરમ્યાન ભૂલથી પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. આ પછી બધું જાણવા છતાં પણ આરોપીઓએ પૈસા પરત કરવાનો ઈન્કાર કર્યો તેથી તેઓ અલ રફાહ પોલીસ સ્ટેશન જઈ આ ઘટનાની ફરિયાદ નોંધાવી. કેસ નોંધાયા બાદ આરોપીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતુ. જાેકે ભારતીયે કોર્ટમાં તેના આરોપનો સ્વીકાર કર્યો હતો અને કંપનીના દાવાને ઉકેલવા માટે સમય માંગ્યો હતો, તેમ છતાં તેની વિનંતી ફગાવી દેવામાં આવી હતી. તેણે હવે ચુકાદા સામે અપીલ કરી છે અને આગામી મહિને સુનાવણી થવાની ઉમ્મીદ છે.

Related posts

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

દારૂબંધી વાળા ગુજરાતમાં વધી હેલ્થ પરમિટની સંખ્યા

saveragujarat

પત્નીએ ફેમિલી કોર્ટમાં રુપિયા ૧.૩૮ લાખના ભરણપોષણ માટે અરજી કરી

saveragujarat

Leave a Comment