Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોદી અમદાવાદ દોડી આવ્યા, માતાના તમામ રિપોર્ટ નોર્મલ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની તબિયત સ્થિર છે. આ દરમિયાન પીએમ મોદી પણ દિલ્હીથી અમદાવાદ દોડી આવ્યા હતા અને લગભગ દોઢ કલાક સુધી યુએન મહેતા હોસ્પિટલમાં રોકાયા હતા અને ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ ફરી દિલ્હી જવા રવાના થયા હતા.હીરાબાને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની તબિયત સુધારા પર છે.પીએમ નરેન્દ્ર મોદીની માતા હીરાબાની બગડતી તબિયત પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું છે. રાહુલે લખ્યું, ‘મા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારા માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મુખ્ય અગ્ર સચિવ કે.કે. કૈલાશનાથન હોસ્પિટલ પહોંચ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટ વિસ્તારને ડ્રોન માટે નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. હીરાબો આ વર્ષે ૧૮ જૂને તેમનો ૧૦૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે પ્રસંગે પીએમ મોદીએ ગાંધીનગર જઈને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ વડાપ્રધાને તેમની અધિકૃત વેબસાઈટ હટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ.ૈહ પર મા નામનો ભાવનાત્મક પણ બ્લોગ લખ્યો હતો. પીએમ મોદીની માતા હીરાબાની તબિયત બગડવાના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા છે. ટિ્‌વટર પર ઘણા યુઝર્સ હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આમાં ભાજપના નેતાઓ અને સમર્થકો ઉપરાંત સામાન્ય જનતા પણ સામેલ છે.કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીએમ માટે ટ્‌વીટ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. પ્રિયંકા ગાંધીએ લખ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. આ ઘડીમાં આપણે બધા તેની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ પણ ટ્‌વીટ કરી હતી. નરેન્દ્રભાઈ, સોમાભાઈ સહિતના પરિવાર સાથે અમારી સંવેદના! યુ એન મહેતા હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે તેમની તબિયત સુધારા પર છે. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

Related posts

સપ્ટેમ્બર મહિનામાં સરકારને થયું GST નું બમ્પર કલેક્શન, જાણો આ રાજ્યએ કરાવી સૌથી વધુ આવક…

saveragujarat

વડાપ્રધાન મોદીનું નવસારીમાં આદિવાસીઓની આગવી શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત મોદીની ઉપસ્થિતિમાં ૩ લાખથી વધુ આદિવાસી ઉમટ્યાં

saveragujarat

‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

Leave a Comment