Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

સવેરા ગુજરાત,અંબાજી, તા.૭
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામેગામ ફરી શક્તિરથ “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો પ્રચાર પ્રસાર કરશે.આગામી વર્ષોમાં પરિક્રમા મહોત્સવમાં સ્વયંભૂ લોકો જાેડાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છેઃ કલેક્ટર આનંદ પટેલ. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ગબબર આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નુંગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતેથી ૭ ફેબ્રુઆરીના રોજ “શક્તિરથ”નું માં અંબાના જયઘોષ સાથે ઉત્સાહભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જાેડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ગામેગામ ફરશે અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે. જે પાંચ શક્તિરથ પૈકીના બે રથને કલેક્ટર શ્રી આનંદ પટેલે આજે માં અંબાની ધ્વજપતાકા ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા, સુરક્ષા, મેડિકલ, સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને ગંગા આરતીની જેમ માં અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જેમ ભગવાન શિવના ચરણોમાં લીલી પરિક્રમા યોજાય છે એમ માં અંબાના ચરણે પરિક્રમા યોજાય એ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી ધર્મમય માહોલમાં શ્રધ્ધાળુઓ આ મહોત્સવનો લાભ લઇ શકે. અને આગામી વર્ષોમાં જેમ ભાદરવી પૂનમના મેળાની પ્રથા પડી છે અને એમાં લાખો માઇભક્તો સ્વંયમભૂ ઉમટી પડે છે એમ પરિક્રમા મહોત્સવમાં પણ સ્વંયમભૂ લોકો જાેડાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી સૌ માઇભક્તોને પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે,નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા,શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદારશ્રી અને નાયબ કલેક્ટર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું હતું.

Related posts

અમદાવાદના IKDRC દ્વારા ગુજરાતના સંકલિત ડાયાલિસિસ નેટવર્ક પર ફ્રી સેવાનો આરંભ ‘વન ગુજરાત-વન ડાયાલિસિસ’નું અનાવરણ કર્યું

saveragujarat

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ.

saveragujarat

મોતના ત્રણ દિવસ પહેલા તુનિષાએ મમ્મીને મોકલી હતી વોઈસ નોટ

saveragujarat

Leave a Comment