Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હત્યાના પ્રયાસની કલમ હેઠળ નોંધાયો ગુનો

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૯
રાણો રાણાની રીતે ફેઇમ લોક સાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૭, ૩૨૫, ૫૦૬ (૨), ૧૧૪ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બુધવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમના હાથ અને પગના ભાગે તેમને ઇજા પહોંચાડવામાં આવી હતી. પીડિતે સમગ્ર મામલે પોતાને માર મારનાર અન્ય કોઈ નહીં પરંતુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અજાણીઓ ઈસમ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ ગણતરીની જ કલાકોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માંડ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે, દેવાયત ખવડ જેવી વ્યક્તિ અન્ય એક સાથે નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ઉતરે છે. તેમજ રસ્તા પર જઈ રહેલા મયુરસિંહ રાણા ઉપર બેફામ રીતે માર મારવા માંડે છે. સમગ્ર મામલે ઇજા પહોંચનારા મયુરસિંહ રાણાને તાત્કાલિક અસરથી પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ ગુનો નોંધાતા એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ દેવાયત ખવડ પોતાના ઘરે ન હોવાનું હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું છે કે, હુમલા પાછળનું કારણ આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર આજ દિવસ સુધી દેવાયત ખવડ રાખતો હોય તેના કારણે દેવાયત સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો.

Related posts

શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ, બાવળામાં શ્રી અબજીબાપા આરતી દિન – ૯પ મી જયંતીની થઈ ઉજવણી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીનું બહુમાન તેમજ દાનની સરવાણી…

saveragujarat

સોખડા હરિધામ મંદિરની ગાદી માટે બે જૂથ વચ્ચે સંઘર્ષની લડાઈ

saveragujarat

વિશ્વ મહિલા દિવસ: ધોરડો- કચ્છ ખાતે યોજાનાર “શ્રી સાધ્વીજી સંમેલન”માં ભાગ લેવા ભાજપ કાર્યાલયથી થયું પ્રયાણ

saveragujarat

Leave a Comment