Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ભાજપ હિંદુત્વ નહીં મોદીત્વથી ચૂંટણી જીત્યું હોવાની ચર્ચા

સવેરા ગુજરાત,સુરત, તા.૯
૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચુંટણીમા ભાજપ સામે મોટા પડકાર છતાં પરિણામમાં ભાજપને ૧૫૬ બેઠક મળવા સાથે ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે. ભાજપે ૬૦ વર્ષના રેકર્ડમાં માધવસિંહ સોલંકીનો રેકર્ડ તોડ્યો છે. આ ચુંટણીમા મત મોદીને મળતાં ભાજપનો જય ઘોષ થયો છે અને કોંગ્રેસનો કચ્ચરઘાણ થઈ ગયો છે. ભાજપ સામે અનેક મુદ્દા હોવા છતાં મોદીના કારણે ભાજપને જ્વલંત વિજય મળ્યો છે. અત્યાર સુધી ભાજપ હિન્દુત્વના નામે વિજય મેળવતું હતું પરંતુ આ વિજય બાદ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને મતદારોમાં નવો શબ્દ ચર્ચામાં આવ્યો છે તે છે મોદીત્વ, મોદીના નામે જ ભાજપના નબળા અને વિરોધ હોવા છતાં ઉમેદવારો જીત્યા તેથી હિન્દુત્વ બાદ મોદીત્વથી ચુંટણી જીતી શકાય છે તેવી ચર્ચા જાેરોશોરમાં થઈ રહી છે. ૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપ સામો મોંઘવારી, પેપર ફુટવાની ઘટના, મોરબી દુર્ઘટના, જુની પેન્શન યોજના, રિમોર્ટ કંટ્રોલથી ચાલતી સરકાર સાથે ૨૭ વર્ષથી ચાલતી સરકાર સામે એન્ટી ઈન્કમબન્સી સૌથી મોટો પડકાર હતા. આ ચુંટણી પહેલાં ભાજપે અનેક પાસા ગોઠવ્યા પરંતુ ચુંટણીની તારીખ નજીક આવતી ગઈ તેમ ભાજપના મોટા ભાગના પાસા નબળા સાબિત થતાં જાેવા મળ્યા હતા. ભાજપ માટે એવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી કે કેટલાક નેતાઓ કેટલાક વિસ્તારમાં પ્રચાર માટે પણ જઈ શકતાં ન હતા. સુરત સહિત ભાજપના અનેક ઉમેદવારો સામે ભાજપમાં જ ભારે વિરોધ અને લોકોમાં પણ વિરોધ હોવાના કારણે ભાજપ સુરતમા પણ કેટલીક બેઠક ગુમાવે તેવું કહેવાતું હતું. જાેકે, ચુંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરત સહિત ગુજરાતના પ્રવાસે આખી બાજી પલ્ટી નાંખી હતી. વડાપ્રધાન મોદીએ ઉમેદવારના નામે નહીં પરંતુ પોતાના નામે મત માગવાની અપીલ લોકો માટે અસરકારક સાબિત થઈ ગઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે લોકો ઉમેદવારો સામેનો રોષ ભુલી ગયાં હતા અને મોદીના નામે મત આપી દેતાં ભાજપને ક્લીન સ્વીપ મળી હતી. જે પાટીદાર બેઠક પર ભારે રસાકસી થશે તેવી ગણતરી થતી હતી તે બેઠકો ભાજપ ઘણી જ સરળતાથી કોઈ પણ મોટી સ્પર્ધા વિના જીતી ગઈ હતી. ભાજપ સામે સૌથી મોટો પ્રશ્ન બળવાખોર ઉમેદરાવ અને નારાજ નેતાઓનો હતો પરંતુ મોદી મેજીક સામે આ લોકો પણ કંઈ ઉકાળી શક્યા નથી.પહેલાં ભાજપ હિન્દુત્વના નામે ચુંટણી જીતી જતું હતું પરંતુ જે રીતે સુરત સહિત ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સભાઓ કરીને ગુજરાત ધમરોળ્યું અને પોતાના નામે મત માગ્યા અને લોકોએ મોદીની અપીલ માની ભાજપને જીતાડતા હવે ભાજપ હિન્દુત્વ સાથે સાથે મોદીત્વથી પણ ચુંટણી જીતી રહ્યું છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિના કારણે ૨૦૨૨ની ચુંટણી બાદ રાજકારણની ડાયરીમાં ચુંટણી જીતવા માટે હિન્દુત્વ સાથે મોદીત્વ શબ્દો ઉમેરાયો છે તેવું મતદારો કહી રહ્યાં છે.

Related posts

વલસાડમા અજાણ્યા ઈશમોએ અવાવરુ જગ્યાએ ફેંક્યો રષ્ટ્રધ્વજ, પોલીસે સન્મન આપી ધ્વજ ઊઠાવ્યો-આગળની તપાસ હાથ ધરી.

saveragujarat

23 નવી સૈનિક શાળાઓને ભાગીદારી મોડમાં મંજૂરી આપતા રક્ષામંત્રી રાજનાથસિંહ

saveragujarat

મોદી અટક પર ટીપ્પણી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા

saveragujarat

Leave a Comment