Savera Gujarat
Other

વિશ્વ મહિલા દિવસ: ધોરડો- કચ્છ ખાતે યોજાનાર “શ્રી સાધ્વીજી સંમેલન”માં ભાગ લેવા ભાજપ કાર્યાલયથી થયું પ્રયાણ

સવેરા ગુજરાત/અમદાવાદ:-   આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૮મી માર્ચે ધોરડો- કચ્છ ખાતે યોજાનાર “શ્રી સાધ્વીજી સંમેલન” અંતર્ગત કર્ણાવતી મહાનગરમાંથી વિવિધ ધર્મ-સંપ્રદાય, વિવિધ પંથના સાધ્વીશ્રીઓને કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય જે પી ચોક ખાનપુર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ મહાનગરના ભાજપાના અધ્યક્ષ અમિતભાઈ પી શાહ, કર્ણાવતી મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ ડો પ્રો સ્મિતાબેન જોશી, શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું વિક્રમ જૈન, સંયોજક,
મીડિયા વિભાગ, કર્ણાવતી મહાનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related posts

ડાકોર, શામળાજી, દ્વારકા યાત્રાધામ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા

saveragujarat

રખડતા ઢોર મુદ્દે કથાકાર રમેશ ઓઝા લાલાઘૂમ, કહ્યું; ‘ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે નહીં પચે’

saveragujarat

ધો.9 થી 12ના પાઠયપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવાશે: શિક્ષણમંત્રી

saveragujarat

Leave a Comment