Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજ્યના ૩૭ કેન્દ્રો પર સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. હવે આવતીકાલે પરિણામ જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
સવારે આઠ વાગ્યાથી જ રાજ્યના ૩૭ કેન્દ્રો પર મતગણતરી શરુ થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે ઈવીએમના મતોની ગણતરી શરૂ થશે. એમ ચૂંટણી અધિકારી પી. ભારતીએ મીડિયાને જણાવ્યું હતું. ગુજરાત કોલેજ એલડી એન્જીયરિંગ અને પોલિટેક્નિકમાં ૨૧ બેઠકોના ૨૪૯ જેટલા અલગ અલગ પાર્ટીના ઉમેદવારોના રાજકિય ભવિષ્ય નો કાલે ફેંસલો આવી જશે કાલે સવારે ૭ વાગ્યા થી આ ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે પોલીસ અને સીઆરપીએફ ના જવાનો ની હાજરી અને ચુસ્ત બંદોબસ્ત માં સિસિટીવી કેમેરાની નિગરાની માં મત ગણતરીની પક્રિયા શરૂ કરવામાં આવશે પહેલી ૩૦ મિનિટ્‌સ વિવિપેટ ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યાંરબાદ ઈવીએમ મશીનના મતોને ગણવાનું કામ શરૂ કરવામાં આવનાર છે.
અમદાવાદ જિલ્લાકલેકટર ધવલ પટેલના જણાવ્યા મુજબ સવારે મીડિયાના કર્મચારી સહિત અન્ય લોકોને કવરેજ માટે પ્રવેશ આપવામાં આવશે જ્યાં સ્ટ્રોગ રૂમ છે તેની બહારથી જ કવરેજ કરવાની પરવાનગી આપવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ કે પાર્ટીના કાર્યકરને સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ અપાવાની મનાઈ ફરવામાં આવી છે. સુરતમાં મતગણતરીની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોની મતગણતરી સુરત શહેરમાં થનાર છે. સુરતની ગાંધી કોલેજ પર ૧૦ વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે, જ્યારે એસવીએનઆઈટી કોલેજ પર ૬ વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે. બંને સ્થળો પર મતગણતરી માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. લોકો પણ આ મતગણતરીને સહેલાઇથી અને પોતાના ઉમેદવાર સાથે જાેઈ શકે તે માટે કોલેજ બહાર એલસીડી ટીવી લગાવી દેવામાં આવશે.

Related posts

ફ્રાન્સના તોફાનોની આગ યુરોપમાં ફેલાવવા લાગી

saveragujarat

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ ની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ ખાતે મુલાકાત

Admin

અમદાવાદ શહેર પોલીસ રક્તદાન કરી થેલેસમિયાના દર્દીઓના વહારે આવી

saveragujarat

Leave a Comment