Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ ની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ ખાતે મુલાકાત

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી કૌશિક ભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.આરોગ્યમંત્રીશ્રી એ શ્રી કૌશિક ભાઈ પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી.

શ્રી કૌશિક ભાઈ પટેલ ત્વરાએ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ આરોગ્યમંત્રીશ્રી એ પાઠવી હતી.

ત્યારબાદ આરોગ્ય મંત્રી શ્રી એ કિડની અને યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર શ્રીઓ સાથે સ્વાસ્થ્ય વિષયક સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ, તેમની જરૂરિયાત સંલગ્ન ચર્ચાઓ પણ કરી હતી

આ વેળાએ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી વિનીત મિશ્રા, યુ.એન.મહેતા ના ડાયરેક્ટર શ્રી આર. કે. પટેલ આરોગ્ય મંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અમદાવાદ ખાતે એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાતના વર્ષ 22-23 ના વિશિષ્ઠ કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા

saveragujarat

સેન્સેક્સમાં ૩૧૧, નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો

saveragujarat

દિલ્હીના મુડકા વિસ્તારની બિલ્ડીંગમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડમાં ૨૭ નાગરીકોના મોત

saveragujarat

Leave a Comment