Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

સુરતને માત્ર ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશનું ગારમેન્ટ હબ બનાવીશું: અરવિંદ કેજરીવાલ

સવેરા ગુજરાત અમદાવાદ તા 27

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ કાપડ ઉદ્યોગના વેપારીઓને સંબોધતા કહ્યું કે, તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા, હું તમારા બધાનો આભાર માનું છું. ગુજરાતમાં 27 વર્ષ સુધી ભાજપની સરકાર છે અને તે પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી. પણ શું કોઈએ ક્યારેય તમારી સાથે આ રીતે આમને સામને બેસીને વાત કરી છે? મેં સાંભળ્યું છે કે તે માત્ર ગુંડાગીરી કરે છે. આવી રીતે આમને સામને બેસીને વાત ગુજરાતમાં પહેલીવાર થઈ રહી છે. છેલ્લા 6 મહિનાથી હું ગુજરાત આવી રહ્યો છું. મહિનાઓથી અમે ગુજરાતના અલગ-અલગ વર્ગના લોકો સાથે ગુજરાતના અલગ-અલગ મુદ્દાઓ પર તેમની સમસ્યાઓ માટે વાત કરી રહ્યા છીએ, અમે સમસ્યાને સાંભળીશું ત્યારે જ તો ઉકેલ આવશે. જે રીતે અમે ચૂંટણી સમયે તમારી સમસ્યાઓ સાંભળીએ છીએ, તમારી સાથે વાત કરીએ છીએ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ માટે હું તમને વચન આપું છું કે, ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે પણ તે જ રીતે અમે તમારી સાથે વાતચીત કરીશું અને તમારી તમામ સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું.

અમે સુરતને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગારમેન્ટ હબ બનાવીશું. એક નવો ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક સ્થાપવામાં આવશે, જે સંપૂર્ણપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હશે. તેમાં તમને વિવિધ સુવિધાઓ આપવામાં આવશે. મને જાણવા મળ્યું છે કે તમે અત્યારે જ્યાં કામ કરો છો ત્યાં પાણી નથી, ગટર નથી, વીજળી મોંઘી છે અને બીજી ઘણી બધી દુવિધાઓ છે. તે તમામને આધુનિક બનાવીશું અને તમામ સુવિધાઓ આપીશું, જેનાથી હજારો બાળકોને રોજગાર પણ મળશે.

મહાન કૌટિલ્ય એ અર્થવ્યવસ્થા પર એક પુસ્તક લખી છે, જેમાં એમણે કહ્યું છે કે જનતા પર કોઈ પણ પ્રકાર નો ટેક્સ એવી રીતે લેવો જોઈએ કે જનતા ને ખબર જ ના પડે કે એ ટેક્સ છે. અને ભાજપની સરકારમાં GST એટલું મૂંઝવણ ભરેલું છે કે, ઘણા બધા નાના વેપારીઓ એ GSTની સમજ નહીં પડવાના કારણે પોતાનો વ્યાપાર જ બંધ કરી દીધો છે. એવી ટેક્સ વ્યવસ્થા શું કામની જે વ્યાપારીઓ નો ધંધો જ બંધ કરી દે. દેશ માટે ટેક્સ કરતા પણ વધારે એ જ જરૂરી છે કે પહેલા લોકો નો વ્યાપાર ચાલે, વ્યવસ્થિત રીતે ઉદ્યોગ ચાલે, વ્યવસ્થિત રીતે અર્થવ્યવસ્થા ચાલે, જો લોકો નો વ્યાપાર બરાબર રીતે ચાલશે તો ટેક્સ પણ ભરાઈ જશે, પરંતુ વ્યાપાર બરાબર નહિ ચાલે તો દેશની અર્થવ્યવસ્થા બગડી જશે.અમારી સરકારમાં GSTને સરળ બનાવવામાં આવશે.

ગુજરાતમાં અમારી સરકાર બન્યા બાદ કાપડ ઉદ્યોગના વેપારીઓ માટે પાયાની માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. અમે કહ્યું તેમ વીજળી, પાણી, ગટર તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં વીજળીની કિંમત ઘણી વધારે છે. અમારી સરકાર બન્યા બાદ તમારા માટે વીજળીના દર સસ્તા કરવામાં આવશે.

Related posts

ભારત-ફીજી વચ્ચે વિઝા મુક્તિ કરારો પર હસ્તાક્ષર થયા

saveragujarat

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ૩૧ કિલો હેરોઈન જપ્ત

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લામાં વરસાદ થયો

saveragujarat

Leave a Comment