Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ૨૧ વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

સવેરા ગુજરાત અમદાવાદ તા.૨૬

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણીની ફરજમાં ફરજરત પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત બે દિવસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.અમદાવાદ જિલ્લાના કુલ ૧૨,૦૮૧ પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી જવાબદાર નાગરિક તરીકેની પણ ફરજ અદા કરી હતી.અમદાવાદ જિલ્લામાં કુલ ૧૩,૮૨૯ પોલીસ અને હોમગાર્ડ જવાનો પોસ્ટલ મતદાન માટે નોંધાયા હતા, જેમાંના ૧૨,૦૮૧ પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરાયું. આમ, કુલ ૮૭.૩૫ ટકા મતદાન જોવા મળ્યું હતું.વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રો ઉપર ૨૫ અને ૨૬ નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી.જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે અલાયદા પાંચ સેન્ટર પર પોલીસકર્મીઓ માટે સવારે ૯:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી.પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Related posts

ગરબામાં કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, શખ્સે સીધો બોટલનો ઘા કર્યો

saveragujarat

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે NFSUના ત્રિપુરા કેમ્પસનું ભૂમિપૂજન-શિલાન્યાસ સંપન્ન

saveragujarat

દેશમાં ઘી-માખણ જેવી પ્રોડક્ટની અછતની કેન્દ્ર સરકારને આશંકા

saveragujarat

Leave a Comment