Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લામાં વરસાદ થયો

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૪
રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લાના ૩૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં ૨૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ૩ તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં ૪ ઈંચ વરસાદ, ધાનપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાતથી દાહોદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જેસાવાડાના બાવકામાં ડીપ નાના પર પાણી ફરી વળ્યા છે. બાવકાથી માતવાને જાેડતા રસ્તા પર પાણી ભરાયા છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત્‌ આગમનની રાહ જાેવાઇ રહી છે ત્યારે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ૨૮ જૂનના ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-પાટણ-સાબરકાંઠા-છોટા ઉદેપુર-ડાંગ-નર્મદા-નવસારી-તાપી-વલસાડ, રવિવારે દમણ-દાદરા નગર હવેલી-દાહોદ-મહીસાગર-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સ્કાયમેટના અનુમાન અનુસાર ગુજરાતમાં ૨૭ કે ૨૭ ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલના પટેલના અનુમાન મુજબ જૂન મહિનાના છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. આ સાથે જ મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી પણ કરી છે. બીજી તરફ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં પણ છુટછવાયો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Related posts

અમેરિકા જતી વખતે ફ્લાઇટમાં PM મોદી દેખાયા પેપર વર્ક કરતા, જુઓ લોકો એ કમેન્ટ કરી શું કહ્યું…

saveragujarat

હીરાના ભાવ ન મળતાં વેપારીઓએ વેચાણ બંધ કર્યું

saveragujarat

રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ચીફ ઓફિસરની ખાસ માંગ

saveragujarat

Leave a Comment