Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગુજરાતને ટ્રિપલ એન્જિન સરકારની જરૂર છેઃ હાર્દિક પટેલ

 

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
ગુજરાતાં ભારતીય જનતા પાર્ટી ‘ડબલ એન્જિન’ સરકારની વાત કરી રહી છે તો તેમનો નવો ચૂંટણી ચહેરો હાર્દિક પેટલ તેમને એક પગલું આગળ લઈ જવાની વાત કરી છે. હાર્દિકે ‘ટ્રિપલ એન્જિન’ સરકારની વાત કરી છે. તેમનું કહેવું છે કે શા માટે માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર, બલ્કે વિધાનસભા મતવિસ્તારની સરકાર એટલે કે પાયાના સ્તરના નેતાઓને પણ આમાં સામેલ કરવા જાેઈએ. વિકાસ માટે મતદારોએ ભાજપમાં વિશ્વાસ રાખવો જાેઈએ. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં સમગ્ર પાટીદાર સમાજ ભાજપની સાથે છે. વર્ષ ૨૦૧૭માં તેનું વિભાજન થયું હતું. પરંતુ આ વખતે બધા ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી સાથે છે. ગુજરાતમાં જમીન શોધી રહેલી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અંગે હાર્દિકનું કહેવું છે કે છછઁને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ સમર્થન મળશે નહીં. ગુજરાતમાં ત્રીજા પક્ષનો પ્રભાવ નથી. ચૂંટણીનો સમય છે. દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે અને જનતાને તેમની વાત સાંભળવાનો અધિકાર છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે આ જનતા વોટમાં ફેરવાઈ જશે.વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણીનો અર્થ માત્ર પટેલ સમાજના મત નથી. દરેક જ્ઞાતિ ભાજપમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. આ માન્યતા વિકાસ અને દૂરંદેશીની છે. ભાજપ અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનું દેશ માટે એક સપનું જાેયું છે. જેની પાસે દેશ માટે કોઈ સ્વપ્ન કે યોજના નથી તે પક્ષ સાથે જનતા શા માટે જશે? જ્યારે પીએમ મોદી ગુજરાતમાંથી સીએમ બન્યા ત્યારે તેમણે એક સ્વપ્ન અને એક યોજના સાથે રાજનીતિ કરી અને જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે પણ તે જ સ્વપ્ન સાથે આગળ વધ્યા. આ જ કારણ છે કે લોકો તેમને પસંદ કરે છે.’તે ગુજરાત વિધાનસભામાં સૌથી યુવા ધારાસભ્ય હશે,’ આ પ્રશ્ન પર હાર્દિક કહે છે કે તેનું સંપૂર્ણ ધ્યાન વિરમગામ વિધાનસભા ક્ષેત્રના વિકાસ પર રહેશે. છેલ્લા દસ વર્ષથી અહીં કોંગ્રેસના ધારાસભ્ય છે અને આ વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી. જ્યારે હું ‘ટ્રિપલ એન્જિન’ કહું છું, ત્યારે તેનો અર્થ કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત સત્તાધારી પક્ષના તમામ સ્તરના નેતાઓને સામેલ કરવાનો છે. જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે સંજાેગો અલગ હતા. મને સમજાયું કે તે ખોટું હતું. કોંગ્રેસ ગુજરાતના ગૌરવ અને અસ્મિતાની વિરુદ્ધ હતી. હું ગુજરાતની ઓળખ માટે લડવા માટે પીએમ મોદી સાથે ઉભો છું.

Related posts

સોમનાથ મંદિર ને લઈને ભક્તો માટે આવ્યા સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય…

saveragujarat

શું તમે જાણો છો ક્યા કારણે અમરિન્દર સિંહના નામ આગળ ‘કેપ્ટન’ શબ્દ લાગે છે ?

saveragujarat

૧૬ વર્ષથી ડિવોર્સ કેસ લડી રહ્યું છે વૃદ્ધ દંપતી

saveragujarat

Leave a Comment