Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સાબરમતી જેલ સુરંગ કેસમાં ૨૪ કેદીને મુક્ત કરવાનો આદેશ રદ

 

સવેરા ગુજરાત અમદાવાદ  તા.૨૫
ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ૨૪ કેદીઓને મુક્ત કરવાના આદેશને રદ્દ કર્યો છે, કે જેઓ ૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં જેલમાં બંધ હતા. ફેબ્રુઆરી ૨૦૧૩માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૧૩ ફૂટ લાંબી સુરંગ ખોદવાના સંબંધમાં જેલમાંથી ભાગવાના રાજ્યના કેદીઓ અને યુદ્ધના કેદીઓને મદદ કરવાના ચોક્કસ આરોપસર જેલમાં બંધ હતા. પોલીસે આ ટનલ કેસના આરોપીઓને રાજ્યના કેદીઓ તરીકે ગણીને અને સરકાર પાસેથી મંજૂરી મેળવ્યા બાદ તેમના વિરુદ્ધ પાછળથી તબક્કે આઈપીસીની કલમ ૧૩૦ લાગુ કરી હતી. આ કેદીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા અન્ય આરોપોમાં તેઓએ બે વર્ષની સજા ભોગવી હતી. પરંતુ આઈપીસીની કલમ ૧૩૦ લાગુ કરવાથી જાે તેઓ દોષિત ઠરે તો આજીવન કારાવાસની સજા થઈ શકે છે. આરોપી કેદીઓએ આ ચોક્કસ કલમમાંથી ડિસ્ચાર્જની માગણી કરી હતી અને ૨૦૧૬માં સેશન્સ કોર્ટે તેમને રાજ્યના કેદીઓ ગણી શકાય નહીં કહીને મુક્ત કર્યા હતા. આરોપીઓ આઈપીસી અને પ્રિઝનર્સ એક્ટનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે આ ડિસ્ચાર્જને પડકાર્યો હતો અને હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીઓ કલમ ૧૨૧-એ હેઠળ રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો, કલમ ૧૨૪એ હેઠળ રાજદ્રોહ અને બિનકાયદાકીય પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ)ની વિવિધ કલમોનો સામનો કરી રહ્યા છે. આ આરોપોસર તેઓ રાજ્યના કેદીઓ બન્યા.આરોપીઓ દલીલ કરી હતી કે રાજ્યના કેદીઓ શબ્દને આઈપીસી અથવા જેલ મેન્યુઅલમાં સ્વતંત્રતા પછી જાહેર કરવામાં આવેલા કોઈપણ કાયદા હેઠળ વ્યાખ્યાતિ કરવામાં આવ્યો નથી. તેમની સાથે રાજ્યના દુશ્મનો તરીકે વ્યવહાર કરવાનો કોઈ પ્રશ્ન નથી અને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં યુદ્ધના કેદીઓને સારી રીતે વ્યાખ્યાતિક કરવામાં આવ્યો છે. કલમ ૧૩૦ હેઠળનો આરોપ રાજ્યના કેદીઓને જેલમાંથી ભાગી જવા માટે મદદ કરવાનો છે, પરંતુ આ કિસ્સામાં કોઈ પણ કેદી જેલમાંથી ભાગી શક્યો નથી. આ ઉપરાંત કેદીઓને જેલમાંથી ભગાડવામાં મદદ કરવાનો આરોપ આ કેદીઓ પર લગાવી શકાય, એવી પણ રજૂઆત કરી હતી.જસ્ટીસ વીડી નાણાવટીએ અભિપ્રાય આપ્યો કે ટ્રાયલ કોર્ટના આદેશને રદ્દ કરવો જાેઈએ કારણ કે, સેશન્સ કોર્ટે બિનજરુરી રીતે રાજ્યના કેદની વ્યાખ્યામાં જઈને છેડો ફાડ્યો અને બંગાળના રેગ્યુલેશન-૩ પર વિશ્વાસ કર્યો, જાે કે તેને રદ્દ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં સ્પેશિયલ કોર્ટે ૭૮માંથી ૪૯ લોકોને બ્લાસ્ટ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જેમાં ૫૬ લોકોનાં મોત થયા હતા અને ૩૮ લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

Related posts

ગાંધીનગરમાં રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવની મજા માણી

saveragujarat

છેલ્લા ૧.૫ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાથી બમણું પાણી એકત્ર થયું -મંત્રી  ઋષિકેશ પટેલ

saveragujarat

પુત્રવધૂને ઘરકામમાં નિપૂણતા માટે કહેવું એ ક્રૂરતા નથી ઃ આંધ્ર હાઈકોર્ટ

saveragujarat

Leave a Comment