Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૧૬ વર્ષથી ડિવોર્સ કેસ લડી રહ્યું છે વૃદ્ધ દંપતી

સવેરા ગુજરાત અમદાવાદ, તા.૧૬
જિંદગીની ઢળતી સાંજ પતિ-પત્ની એકબીજાની હૂંફમાં વિતાવવાની ઈચ્છા રાખતા હોય છે. આખી જિંદગી જવાબદારીઓના બોજા હેઠળ જીવેલું દંપતી જીવનના છેલ્લા વર્ષો એકબીજાના સંગાથમાં શાંતિથી વિતાવવા માગે છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં એવો કેસ આવ્યો છે જ્યાં વૃદ્ધ દંપતી છૂટાછેડા અને ભરણપોષણની રકમ માટે લડી રહ્યું છે. ૭૨ વર્ષીય પતિ અને ૬૫ વર્ષીય પત્ની ૨૦૦૬થી ડિવોર્સ કેસ લડી રહ્યા છે. મધ્યસ્થતાનો પ્રયાસ નિષ્ફળ રહેતાં હવે તેઓ હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે. ૭૨ વર્ષીય પતિ તબીબ છે. તેમણે જ ડિવોર્સ કેસ દાખલ કર્યો હતો અને ફેમિલી કોર્ટે પત્નીને ૨૦,૦૦૦ રૂપિયા માસિક ભરણપોષણ પેટે આપવાના ર્નિણયને પડકાર્યો હતો. આ દંપતીના બે સંતાનો છે અને તેઓ પણ પરણેલા છે. દંપતીના લગ્ન ૪૧ વર્ષ પહેલા ૧૯૮૦માં હિન્દુ રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી જ બંને વચ્ચે ડખો થયો હતો. ફેમિલી કોર્ટે પતિએ કરેલી ડિવોર્સની અરજી ફગાવી હતી અને પત્નીને ભરણપોષણ પેટે માસિક રૂપિયા ૨૦,૦૦૦ આપવાનો આદેશ કર્યો હતો. જેને પતિએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ૨૦૧૭થી હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. અહેવાલ પ્રમાણે, કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કપલને મધ્યસ્થતા કરી લેવાનું સૂચન કર્યું હતું. જાેકે, મધ્યસ્થતાનો પ્રયાસ નિષ્ફળ રહેતા હવે બંને પક્ષો મેરિટના આધારે હાઈકોર્ટમાં લડી રહ્યા છે. આ દુર્લભ કેસ છે જેમાં વૃદ્ધ કપલ ડિવોર્સ માટે લડી રહ્યું છે. કેસની વિગતે વાત કરીએ તો, કથિત રીતે મહિલા પોતાના પતિને છોડીને અલગ રહેવા લાગ્યા ત્યારથી વિખવાદ શરૂ થયો હતો. મહિલાએ ૧૯૮૫માં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. જાેકે, બાદમાં બંનેએ સમાધાન કરી લીધું હતું. જે મુજબ, પતિ ઘર ભાડે રહીને અલગ રહેવા લાગ્યો હતો અને પત્નીને માસિક ભરણપોષણ આપતો હતો. બાદમાં પતિએ દાવો કર્યો હતો કે, પત્ની તેને છોડીને અલગ રહેવા જતી રહી હતી અને તેની સામે કેસ કર્યા હતા. પતિએ કથિત રીતે પત્ની થકી સતત થતી ક્રૂરતા અને તેની સાથેના ઝઘડાથી કંટાળીને ડિવોર્સ માગ્યા હતા. મહિલાએ પોતાનો પક્ષ મૂકતા કથિત રીતે પતિ પર લગ્નેત્તર સંબંધનો આરોપ મૂક્યો હતો. એક દશકા સુધી ફેમિલી કોર્ટમાં કેસ ચાલ્યા બાદ કોર્ટે પતિની અરજી ફગાવી હતી અને પત્નીને માસિક ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. આ જ આદેશને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. વૃદ્ધ દંપતીની ઉંમરને જાેતાં કોર્ટે મધ્યસ્થતા કરીને મામલો ઉકેલી લેવાની સૂચના આપી હતી અને કેસને મધ્યસ્થતા કેંદ્રમાં મોકલ્યો હતો. કપલને મધ્યસ્થતા માટે બોલાવાયા હતા પરંતુ તેનું હકારાત્મક પરિણામ ના મળી શક્યું.

Related posts

મુલાકાતીઓ માટે મંત્રીઓ હાજર રહેશે, માસ્ક ફરજિયાત

saveragujarat

બદ્રીનાથ ધામના કપાટ અગામી ૨૨ એપ્રિલથી ખુલશેૈ

saveragujarat

કોરોનાના નવા વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્કતા જરૂરથી રાખીએ: ઋષિકેશ પટેલ

saveragujarat

Leave a Comment