Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોંઘવારી ૧૯ મહિનાના તળિયે; જથ્થાબંધ ફુગાવો ઘટીને ૮.૩૯%

 

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૪
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO)એ ઓક્ટોબર મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ જથ્થાબંધ ફુગાવો (WPI) ઓક્ટોબરમાં ૮.૩૯ ટકા રહ્યો છે. ફુગાવો ૮.૪૪ ટકા રહેવાનું અનુમાન હતું. માસિક ધોરણે જથ્થાબંધ મોંઘવારી દર ૧૦.૭૦ ટકાથી ઘટીને ૮.૩૯ ટકા પર આવી ગયો છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો પણ ઓક્ટોબરમાં ૮.૦૮ ટકાથી ઘટીને ૬.૪૮ ટકા થયો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર છેલ્લા ૧૯ મહિનાના સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. માર્ચ ૨૦૨૧ પછી પ્રથમ વખત જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં રહ્યો છે.બીજી તરફ કોર મોંઘવારીમાં પણ જબ્બર કડાકો બોલી ગયો છે. ઓક્ટોબરમાં કોર મોંઘવારી ૭%થી ઘટીને ૪.૬% રહી ગઈ છે, તે ડિસેમ્બર ૨૦૨૦ બાદ સૌથી નીચલા સ્તર પર છે.ઈંધણના ભાવમાં નરમાશ બાદ હોલસેલ મોંઘવારી દરમાં આટલો મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ખનિજ તેલ, બેઝિક મેટલ, ફેબ્રિકેટેડ મેટલ ઉત્પાદનો, કાપડ, અન્ય નોન મેટાલિક મિનરલ ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે આવ્યો છે. પ્રાથમિક વસ્તુઓનો મોંઘવારી દર ૧૧.૭૩ ટકાથી ઘટીને ૧૧.૦૪ ટકા પર આવી ગયો છે. જ્યારે ખાદ્ય ઉત્પાદનોનો ફુગાવાનો દર ગયા વર્ષે ઓક્ટોબરમાં ૦.૦૬ ટકાથી વધીને ઓક્ટોબર ૨૦૨૨માં ૮.૩૩ ટકા થયો છે. શાકભાજીમાં હોલસેલ ફુગાવો ૩૯.૬૬ ટકાથી ઘટીને ૧૭.૬૧ ટકા થયો છે. આ ઉપરાંત બટાકાનો હોલસેલ ફુગાવો પણ સપ્ટેમ્બરમાં ૪૯.૭૯ ટકાથી ઘટીને ૪૪.૯૭ ટકા પર આવી ગયો છે. જાે કે, ઓક્ટોબરમાં ઇંડા, માંસનો જથ્થાબંધ ફુગાવાનો દર ૩.૬૩ ટકાથી વધીને ૩,૯૭ ટકા થયો છે.
બીજી તરફ ઓક્ટોબર મહિનામાં ઇંધણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવાનો દર ૩૨.૬૧ ટકાથી ઘટીને ૨૩.૧૭ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સનો હોલસેલ મોંઘવારી દર ઘટીને ૪.૪૨ ટકા પર આવી ગયો છે. સપ્ટેમ્બરમાં આ આંકડો ૬.૩૪% પર હતો. આ બાબતે સરકારનું કહેવું છે કે, ઓક્ટોબરમાં ખનિજાે, તેલ, બેઝ મેટલ, મેટલ પ્રોડક્ટ્‌સ, મશીનરી અને ઇક્વિપમેન્ટ્‌સ, ટેક્સટાઇલ્સના ભાવમાં ઘટાડાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આટલો મોટો ઘટાડો થયો છે

Related posts

આપ’ના મુખ્યમંત્રી પદના દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ભાણવડમાં એક વિશાળ જનસભા સંબોધી.

saveragujarat

ગુજરાતમાં ગાય-ભેંસ તથા શ્વાનમાં પણ કોરોના વાઈરસ પ્રવેશી ગયો હોવાનો ધડાકો

saveragujarat

ડુંગળીની સાથે ખેડૂતોને બટાટાએ પણ રોવડાવ્યા

saveragujarat

Leave a Comment