Savera Gujarat
Other

દેશભરમાં સિંગલ નોડલ એજન્સી- S.N.A.ની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું,જન આરોગ્ય, સુખાકારી- સુવિધામાં ગુજરાત સરકાર ની આગવી પહેલ.

સવેરા ગુજરાત:- નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને હવે નાણાં સહાય સિંગલ નોડલ એજન્સી દ્વારા ઝડપી અને સરળતાએ સીધા જ બેંક એકાઉન્ટમાં એટ સિંગલ ક્લિક મળશે.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશનનું નવતર મોડેલ 2 નું લોન્ચિંગ કર્યું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશનની ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે પારદર્શીતાથી સીધા જ નાણા સહાય પુરા પાડવાની દેશભરમાં પ્રથમ પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ,આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15 માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પુરો પાડે છે
આવી વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય જેમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના,ટી. બી રોગ નિયંત્રણ અને સારવાર માટે ની દવાઓ,અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિવારણ વગેરે માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશમોડેલ-2ના દેશમાં સૌ પ્રથમ અપનાવાયેલ આ મોડેલ 2 ના મુખ્યમંત્રીએ કરાવેલા લોંચિંગના પરીણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિક સીધા જ લાભાર્થિઓના બેન્ક ખાતામાં પહોંચી શકશે.
સામાન્યત: હાલ જે સહાય લાભાર્થી ને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે.
ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી  ઋષીકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોંચિંગ સંપન્ન કર્યું હતું.
આ પ્રકારનું નવીન મોડલ-2 લોંચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય ગુજરાત છે.

નેશનલ હેલ્થ મિશન ની વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડનું યોગ્ય આયોજન કરીને કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાય છે.
તદ્અનુસાર ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓને તેમના જુદા-જુદા બેંક ખાતામાં અપાતી હતી. પરીણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીને મળતી સહાય –લાભ પહોચાડવામાં સમય જતો હતો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના દિશા દર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS અન્વયેના ફંડ માટે ફાળવણી અને દેખરેખની કામગીરી હેતુસર, સિંગલ નોડલ એજન્સી SNA તરીકે સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગરને નિયુક્ત કરીને આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2 નો પ્રારંભ કર્યો છે.

 

દેશભર માં એક માત્ર ગુજરાતે શરુ કરેલા આ મોડેલના કારણે તમામ નાણાકીય વ્યવહારો-પ્રોસેસ, પી.એફ.એન.એસ પોર્ટલ પર આપોઆપ પ્રોસેસ થશે.
એટલું જ નહીં, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મળતી સહાયની વિગતોનું રીયલ ટાઇમ મોનિટરીંગ થશે.
રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોને મળવાપાત્ર એવા નેશનલ હેલ્થ મિશનના લાભો, વિના વિલંબે અને સીધા જ બેન્ક ખાતામાં ઇલેક્ટ્રોનિક ડિજિટલ સાઈન થી મળતા થવાથી, પારદર્શિતાને વેગ મળતા ‘ગુડ ગવર્નન્સ ઇન હેલ્થ સેક્ટર’ સાકાર થશે

Related posts

600 કરોડથી વધુની રેમડેસીવીરનો નાશ કરવો પડશે

saveragujarat

ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી રહેલા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે

saveragujarat

દિલ્હી ખાતે નવા સંસદ ભવનમાં રાજ્યસભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી

saveragujarat

Leave a Comment