Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અમદાવાદની ૫૪ વર્ષીય મહિલાનું મૃત્ય

સવેરા ગુજરાત આણંદ, તા.૮
ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે મુંબઈ જતી સેમી હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ૫૪ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટનાની રેલવે પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મૃતકની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ હતી. મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અડફેટે આવી જતાં મોતને ભેટ્યા છે. આ ઘટના સાંજે ૪.૩૭ વાગ્યે બની હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.
મહિલા અમદાવાદના રહેવાસી અને દેખીતી રીતે આણંદમાં કોઈ સંબંધીને મળવા ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું છે. ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી, અધિકારીઓ પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આ ટ્રેન આણંદ ખાતે રોકાતી નથી. હાલ વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓ જણાવ્યું હોવાથી વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવીને ટ્રેક પર ઢોર મરવાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્યા છે. જાે કે, હવે એક મહિલાનું મોત થતાં રેલવેની મુસાફરી કરતા લોકોમાં પણ ક્યાંકને ક્યાંક ડરનો માહોલ હશે.

Related posts

ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કૌભાંડો અટકાવવા ખર્ચ માટે ખાસ નિતી બનાવાશે

saveragujarat

પુષ્પાનું બીજા ભાગનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે :રશ્મિકા

saveragujarat

પંચમહાલમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પ્રથમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૧ મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવમા આવી.

saveragujarat

Leave a Comment