Savera Gujarat
Other

પુષ્પાનું બીજા ભાગનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે :રશ્મિકા

મુંબઈ,તા.૨૨
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ને દર્શકો અને ક્રિટિક્સ તરફથી વાહવાહી મળી છે. થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે કોરોનાના વધતાં કેસ વચ્ચે પણ ખૂબ સારી કમાણી કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ જાેયા પછી ફેન્સ બીજાે પાર્ટ જાેવા માટે અતિ ઉત્સાહિત છે અને આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ‘પુષ્પા’ની શ્રીવલ્લી એટલે કે એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ ફિલ્મના બીજા ભાગ અંગે મહત્વની અપડેટ આપી છે. પુષ્પાઃ ધ રાઈઝ’ની સફળતાને માણી રહેલી રશ્મિકાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે તેમ જણાવ્યું છે. એક્ટ્રેસે જણાવ્યું કે, ફિલ્મના મેકર્સે તેને કહ્યું હતું કે, માર્ચ મહિનાની શરૂઆતમાં ‘પુષ્પા’ના બીજા ભાગનું શૂટિંગ શરૂ થશે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં રશ્મિકા અને અલ્લુ અર્જુન ઉપરાંત ફહાદ ફાસિલ પણ મહત્વના રોલમાં છે. ‘પુષ્પાઃ ધ રાઈઝ’ દ્વારા ફહાદે તેલુગુ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મના બીજા ભાગમાં પણ ફહાદ મહત્વના રોલમાં હશે. મે ૨૦૨૧માં ફિલ્મના મેકર્સે જાહેરાત કરી હતી કે, ‘પુષ્પા’ બે ભાગમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન સુકુમારે કર્યું છે. મૂળ તેલુગુ ભાષામાં શૂટ થયેલી આ ફિલ્મનું હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ડબિંગ થયું છે. ફિલ્મને અપાર સફળતા મળતાં થોડા દિવસ પહેલા જ રશ્મિકાએ ટિ્‌વટ પર પોતાની તસવીર શેર કરીને ફેન્સનો આભાર માન્યો હતો. રશ્મિકાએ લખ્યું હતું, “‘પુષ્પા’ને આટલો બધો પ્રેમ આપવા બદલ આભાર. તમારો આ પ્રેમ અમને વધુ મહેનત કરવા પ્રેરે છે. તમને વચન આપું છું કે ‘પુષ્પા ૨’ આનાથી પણ વધુ સારી હશે. વર્કફ્રંટની વાત કરીએ તો, ‘પુષ્પા’ની સિક્વલ ઉપરાંત રશ્મિકા પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે. શાન્તનુ બાગચીની આગામી સ્પાય થ્રિલર ફિલ્મ ‘મિશન મજનુ’ દ્વારા રશ્મિકા બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાેવા મળશે. ઉપરાંત અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે ફિલ્મ ‘ગુડબાય’માં પણ દેખાશે. આ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર છે અને ડાયરેક્શન વિકાસ બહલ કરશે.

Related posts

અંગદાન મહાદાનના જાગૃતિ સંદેશ સાથે મંતવ્ય ન્યુઝ અને ફાઉન્ડેશનના સહકારથી સાયક્લોથોનું અભિયાનની પહેલ

saveragujarat

ધોરણ-૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

saveragujarat

અંબાજી ખાતે ટ્રાફિકની સમસ્યા નો નિકાલ માત્ર ઓવરબ્રિજ છે

saveragujarat

Leave a Comment