Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઈસરોના હરિકોટા સ્પેશ સેન્ટરના લોન્ચ પેડથી ખાનગી રોકેટ લોન્ચ કરાશે

નવી દિલ્હી, તા.૮
પહેલીવાર દેશમાં ખાનગી સ્પેસ કંપનીનુ રોકેટ લોન્ચ કરવાનુ છે. લોન્ચિંગ ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડથી થશે. આ રોકેટને હૈદરાબાદ સ્થિત સ્કાઈરુટ એરોસ્પેસ કંપનીએ બનાવ્યુ છે. કંપનીના સીઈઓ અને સહ-સંસ્થાપક પવન કુમાર ચાંદનાએ જણાવ્યુ કે આ એક ટેસ્ટ ફ્લાઈટ છે. ઈસરોએ ઉડાન માટે ૧૨થી ૧૬ નવેમ્બર ૨૦૨૨ની વચ્ચે લોન્ચ વિંડો નક્કી કર્યુ છે.
પવને જણાવ્યુ કે હવામાન અનુસાર આમાંથી કોઈ એક તારીખ પર રોકેટનુ લોન્ચિંગ થશે. રોકેટનુ નામ વિક્રમ-એસ છે. જેનુ નામ મશહૂર ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સંસ્થાપક ડો. વિક્રમ સારાભાઈના નામ પર આપવામાં આવ્યુ છે. આ લોન્ચને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યુ છે. ઈસરો ચીફ ડો.એસ. સોમનાથે સ્કાઈરુટ કંપનીના મિશન પ્રારંભના મિશન પેચનુ અનાવરણ પણ કર્યુ.
વિક્રમ-એસ એક સબ-ઓર્બિટલ ઉડાન ભરશે. સ્કાઈરુટ દેશની પહેલી ખાનગી સ્પેસ કંપની હશે જે આ મોટુ કામ કરવા જઈ રહી છે. આ લોન્ચ માટે સ્કાઈરુટ અને ઈસરોની વચ્ચે કરાર થયા છે. સ્કાઈરુટના સીઓઓ અને સહ-સંસ્થાપક નાગા ભરત ડાકાએ જણાવ્યુ કે વિક્રમ-એસ રોકેટ સિંગલ સ્ટેજનુ સબ-ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે. જે પોતાની સાથે ત્રણ કોમર્શિયલ પેલોડ્‌સ લઈને જઈ રહ્યા છે. આ એક રીતનુ પરીક્ષણ છે. આમાં સફળતા મળશે તો ભારત ખાનગી સ્પેસ કંપનીના રોકેટ લોન્ચિંગ મામલે દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે.

Related posts

પેરાસિટામોલ સહિત ૮૦૦ દવાઓ એપ્રિલથી મોંઘી થશે

saveragujarat

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ૪ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરાઈ

saveragujarat

અમદાવાદની બાપુનગર સીટ પર કુલ ૨૯ ઉમેદવારો મેદાનમાં

saveragujarat

Leave a Comment