Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નડિયાદ શહેરના દેસાઈ વગા ખાતે આવેલા બંધ મકાનમાં ચોરી થઇ

સવેરા ગુજરાત ખેડા, તા.૮
નડિયાદ શહેરના દેસાઈ વગા ખાતે આવેલા એક બંધ મકાનના ચોરી થઈ હતી. ચોરે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૧૯.૭૫ લાખની મત્તાની ચોરી કરનાર આરોપી પોતાની ચાલના કારણે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જાેકે, પકડાયેલી ટોળકીમાંથી એક ચોરે બેંગલોર તેનુ ચોરી કરવાનું ફેવરિટ સ્થળ હોવાનું જણાવ્યુ હતું. સાથે જ તેણે કહ્યું કે, તે ચોરી કરવા બેંગલોર પ્લેનથી જતો હતો. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
નડિયાદમાં પાંચ ઓરડા દેસાઈ વગોમાં આવેલ દેસાઈ સંસ્કાર કેન્દ્ર નજીક ભાવેશભાઈ કનુભાઈ પટેલ ૩ નવેમ્બરના રોજ મકાનને તાળું મારી બહારગામ ગયા હતા. દરમ્યાન ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજાેરીઓ ખોલી તેમાં મૂકેલ સોનાના દાગીનાની ચોરી કરી હતી. ચોરે ૧૭.૫૦ લાખનુ સોનુ, ૧.૨૫ લાખના ચાંદીના દાગીના અને ૧.૨૫ લાખ રોકડા તથા મળી કુલ ૧૯.૭૫ લાખ મત્તાની ચોરી કરી હતી. જે બાબતે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુનો રજિસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.
ખેડા એલ.સી.બી તેમજ શહેર પોલીસની ટીમે નડિયાદ ટાઉન તેમજ આજુબાજુના વિસ્તારના ૧૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ ઈન્ફોર્મેશન, હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જે આધારે ગુનેગારોની વર્તણૂક પોલીસના અનુભવ અને ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સને સાંકળીને જાેતા ગુનો એક પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બાબતે ઉંડાણમાં તપાસ કરતા આ ચોરી રીઢા અને જાણીતા ગુનેગારો દ્વારા આચરવામાં આવી હોવાની વિગતો મળતા પોલીસે તપાસને તે દિશામાં વાળી હતી.
નડિયાદના ચોરીના બનાવને અંજામ આપવા માટે આ આરોપીઓએ મકાન બંધ છે તે બાબતની સંપૂર્ણ માહિતી મેળવી હતી અને રેકી પણ કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ રીક્ષામાં ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મુદ્દામાલના ભાગ પાડી સંતાડી દીધો હતો. તેમજ ઘરફોડ ચોરી કરવા માટે લાવેલ સાધનો તળાવમાં નાંખી દીધા હતા. આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડાં પણ સળગાવી દીધા હતા. આ રીતે પૂર્વ આયોજન કરી ગુનાના કામને અંજામ આપ્યો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી ૮૦ ટકા મુદ્દામાલ કબ્જે કર્યો છે. બીજી તરફ ઘટનાનો મુખ્ય આરોપી નવઘણ તળપદાનું ચોરી કરવાનું સૌથી પ્રિય સ્થળ બેંગ્લોર હોવાનું પોલીસ સામે કબૂલ્યુ હતું. તે આણંદથી બેંગ્લોર ચોરી કરવા જવા માટે માત્ર પ્લેનમાં જ અવરજવર કરતો હતો. ત્યારે ખેડા પોલીસ દ્વારા બેંગ્લોર પોલીસને પણ નવઘણ અંગેની માહિતી પહોંચાડી છે. આગામી દિવસોમાં બેંગ્લોરમાં પણ નવઘણના અનડિટે્‌કેટ ગુનાઓને ભેદ ઉકેલાઈ જવાની શકાયતા ખેડા પોલીસ વ્યક્ત કરી રહી છે.

Related posts

રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

saveragujarat

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજ રોજ નવનિયુક્ત ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ શ્રી. ડો.નીમા બેન આચાર્ય આવી પહોંચ્યા માના ચરણોમાં માઁ અંબા ના કર્યા દર્શન….

saveragujarat

અમદાવાદની અસારવા ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિની તૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’ યોજાઈ

saveragujarat

Leave a Comment