Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૪
ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના ર્નિણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટના ર્નિણયના ૨૪ કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જે બાદ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ હતા. કોર્ટે રાહુલ ગાંધાીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેઓને જામીન પણ મળ્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદનુ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસ પક્ષમાં અંદરખાને ભારે રોષ જાેવા મળી રહ્યો છે.મોદી સરનેમ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીનુ સંસદ સભ્યનું પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના લોકસભાના સાંસદ હતા. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કે એનાથી વધારે સજા બાદ સાંસદો કે ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઈ જાય છે. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ થયા બાદ કહ્યું કે, તેમના નેતાને સાચુ બોલવાની સજા આપવામાં આવી છે. તો રાહુલ ગાંધી પર લોકસભા સચિવાલયના ર્નિણયને ભાજપે દેશહિતમાં ગણાવ્યો હતો.લોકસભા સચિવાલયે માનહાનિ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ પણ જારી કરી છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે, સુરતના ચીફ જ્યુડિશ્યલી મેજીસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી છે. આવામાં કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ૨૩ માર્ચ ૨૦૨૩થી સમાપ્ત કરવામાં આવે છે. નોટિફિકેશનમાં બંધારણના આર્ટિકલ ૧૦૨ (૧) (ઈ)ના સેક્શન ૮ના પીપલ ઓફ રિપ્રેઝન્ટેશન એક્ટ, ૧૯૫૧ હેઠળ આ ર્નિણય લેવામાં આવ્યો છે.લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામથી જારી કરવામાં આવેલા આ નોટિફિકેશનની કોપી રાહુલ ગાંધીને પણ મોકલવામાં આવી છે. આ સિવાય રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ રાષ્ટ્રપતિ સચિવાલય, મુખ્ય ચૂંટણી અધિકારી તિરુવનંતપુરમ, કેરળ, એનડીએમસીના સચિવ સિવાય લોકસભા સચિવાલયની તમામ બ્રાંચને મોકલવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટિ્‌વટ કરીને કહ્યું કે, અમે આ લડાઈને કાયદાકીય અને રાજકીય તરીકે લડીશું. અમે ચૂપ બેસવાના નથી. અદાણી મામલે જેસીપીની જગ્યાએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. ભારતીય લોકતંત્ર ઓમ શાંતિ!મહત્વનું છે કે, રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને એ પછી ર્નિણયના ચોવીસ કલાકમાં સંસદની સદસ્યતા રદ્દ થતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંજે એક બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દે આ બેઠક બોલાવવામાં આવી છે. રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસમાં પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ૧૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલે માનહાનિનો કેસ થયો હતો. આખરે ૨૩ માર્ચ, ગુરુવારના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી.

Related posts

હોસ્પિટલમાં લાશોના ઢગલા: મોરબી આખી રાત આંસુ સારતુ રહ્યું

saveragujarat

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી મેચ જીતી

saveragujarat

ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા

saveragujarat

Leave a Comment