Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શિક્ષણ એ નફો કમાવવાનો વ્યવસાય નથી, ટ્યુશન ફી હંમેશા સસ્તી હોવી જાેઈએઃ સુપ્રીમ

નવી દિલ્હી, તા.૮
સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ રાખતા ખાનગી બિન-અનુદાનિત મેડિકલ કોલેજાેમાં એમબીબીએસ અભ્યાસક્રમો માટે વાર્ષિક ટ્યુશન ફી વધારીને ૨૪ લાખ રૂપિયા કરવાના રાજ્ય સરકારના ર્નિણય પર આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું છે. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એમ. એમ. સુંદરેશની બેન્ચે ભાર આપીને કહ્યું હતું કે, ફી ને વધારીને ૨૪ લાખ કરવામાં આવી છે. તે અગાઉ નક્કી કરેલી ફી કરતા સાત ગણી વધું છે, તે યોગ્ય નથી. શિક્ષણ એ નફો કમાવવાનો વ્યવસાય નથી. ટ્યુશન ફી હંમેશા સસ્તી રહેશે.
આ માટે કોર્ટે રાજ્ય સરકાર અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (નાલ્સા) અને સુપ્રીમ કોર્ટની આર્બિટેશન એન્ડ કોન્સીલીએશન પ્રોજેક્ટ કમિટી (એમસીપીસી)ને ચૂકવવા માટે દરેક એપેલમેન્ટ મેડિકલ કોલેજ પર ૨.૫ લાખનો ખર્ચ લાદ્યો છે. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. તેમાં ખાનગી બિન-અનુદાનિત મેડિકલ કોલેજાેમાં એમબીબીએસ અભ્યાસક્રમોની વાર્ષિક ટ્યૂશન ફી વધારીને ૨૪ લાખ રૂપિયા કરવાના રાજ્ય સરકારના ર્નિણયને રદ કરવામાં આવ્યો હતો. બેન્ચે મેડિકલ કોલેજાેને સપ્ટેમ્બર ૨૦૧૭માં જારી કરાયેલા સરકારી આદેશ (ગો) હેઠળ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવેલી વધારાની ફી પરત કરવાના હાઈકોર્ટના નિર્દેશોને પણ સમર્થન આપ્યું હતું. તેના દ્વારા રાજ્યએ ફીમાં વધારો કર્યો હતો.
બેન્ચે સ્પષ્ટા કરી હતી કે, જાે એડમિશન અને ફી રેગ્યુલેટરી કમિટી પહેલાથી જ નિર્ધારિત ટ્યુશન ફીથી વધુ ટ્યુશન ફી નક્કી કરે છે તો તે મેડિકલ કોલેજાે માટે સંબંધિત વિદ્યાર્થીઓ માટે તેને વસૂલવા માટે હમેશા ખુલ્લું રહેશે. જાે કે સંબંધિત મેડિકલ કોલેજાેને એકત્રિત કરવામાં આવેલી રકમ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, ફીનું નિર્ધારણ અથવા ફીની સમીક્ષા આકારણી નિયમોના પરિમાણોની અંદર થશે અને તેનો સીધો સંબંધ નિમ્નલિખિત બાબતો સાથે હશે.
-વ્યાવસાયિક સંસ્થાનું સ્થાન
-વ્યાવસાયિક અભ્યાસક્રમની પ્રકૃતિ
-ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ
-વહીવટ અને જાળવણી ખર્ચ
-સંસ્થાની વૃદ્ધિ અને વિકાસ માટે વ્યાજબી સરપ્લસની જરૂર
-અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના સંદર્ભમાં ફીની છૂટ -જાે કોઈ હોય તો ફીમાંથી મુક્તિના કારણે આવક અટકી
બેન્ચે કહ્યું કે, ટ્યુશન ફીની સમીક્ષા કરતી વખતે એએફઆરસી દ્વારા ઉપરોક્ત તમામ પરિબળોને ધ્યાને લેવાની જરૂર છે.

Related posts

બોમ્બમારો કરીને રશિયાએ યુક્રેનના Zaporizhzhia ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કર્યો છે.

saveragujarat

આર્યનના જેલવાસથી શાહરૂખ પણ જમતો નહતો, માત્ર કોફી પીતો: શારીરિક નબળાઈ દેખાય છે

saveragujarat

ક્યારેક સફરજન, તો ક્યારેક ડુંગળી અને લીંબુ હવે લાલચોળ ટામેટા લાલઘૂમ થતાં કિલોના ભાવ ૧૦૦ રૂા. પહોંચ્યોં

saveragujarat

Leave a Comment