Savera Gujarat
Other

ક્યારેક સફરજન, તો ક્યારેક ડુંગળી અને લીંબુ હવે લાલચોળ ટામેટા લાલઘૂમ થતાં કિલોના ભાવ ૧૦૦ રૂા. પહોંચ્યોં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૮
મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને ટમેટાનાં રાતા ચોળ ભાવે ટમેટાથી દૂર કરી નાખી છે તો આમજન માટે પાકી આમ ખાટી થઇ ગઇ છે. દેશના અનેક ભાગોમાં ટમેટા અને ટમેટા અને કેરીના ભાવ ૧૦૦ રુપિયાથી ઉપર પહોંચી ગયા છે. જેનું એક કારણ એ બતાવાયું છે કે સમય પહેલા ગરમી અને લૂ ચાલુ રહેવાથી ટમેટા અને કેરીના પાકને ખરાબ અસર થઇ છે.
દેશના સૌથી મોટા કેરીના ઉત્પાદક રાજ્ય ઉતરપ્રદેશમાં કેરીના ૮૦ ટકા ઉત્પાદનને ખરાબ અસર થઇ છે. પુરવઠામાં ઘટના કારણે કેરી અને ટમેટાની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં ટમેટા ૧૨૦ રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ઓછા ઉત્પાદનના કારણે આ વખતે કેરીની નિકાસને પણ અસર થવાની આશંકા છે. દેશમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન ઉતરપ્રદેશમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન બે દાયકામાં સૌથી ઓછું રહેવાની સંભાવના છે. લૂના કારણે ૮૦ ટકા પાક ખરાબ થઇ ગયો છે.
વેજીટેબલ ગ્રોઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ શ્રીરામ ગઢવીએ કહ્યું હતું કે ટમેટાના ભાવમાં હાલ ઘટાડાની કોઇ આશા નથી. જુલાઈમાં થોડી નરમી આવી શકે છે,જ્યારે નવા પાક ઉતરશે. ગઢવીએ જણાવ્યું હતું કે દેશમાં ટમેટાની વધતી કિંમતથી સરકારની પરેશાની વધી શકે છે કારણ કે તેનો ઘરગ ઘરમાં ઉપયોગ થાય છે.સરકાર ખાવાપીવાની વસ્તુઓમાં મોંઘવારી રોકવા યથાસંભવ પ્રયાસ કરે છે. ગઢવીએ જણાવ્યું હતું કે ક્લાયમેટ ક્ધડીશનમાં ફેરફારને કારણે પણ ટમેટાના પાકમાં કીડાનો હુમલો થતા પુરવઠામાં કમી આવી સકે છે. પહેલા એક એકરમાં ૧૦ ટન ટમેટાનો પાક થતો હતો જે હવે ઘટીને ૩ ટન થઇ ગયો છે. લૂના કારણે ટમેટાના ફુલ મુરઝાઈ રહ્યા છે.જ્યારે કેરી મામલે મેંગો ગ્રોઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયાનાં પ્રેસિડેન્ટ એસ. ઇન્સારામ અલીએ કહ્યું હતું કે લૂના કારણે કેરીનાં પાક પર અસર પડી હતી. મને લાગે છે કે આ વખતે ભાગ્યે જ કેરીની નિકાસ થશે જે પણ પાક બચ્યો તે દેશમાં જ ખપ લાગશે.

Related posts

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

saveragujarat

ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી

saveragujarat

શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર અમદાવાદના ઉપક્રમે રાષ્ટ્રીય સમીક્ષા અને વિકાસ બોર્ડ DTNB WED અને માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના શાહપુર કડિયાનાકા પાસે શ્રમિકોની ચોપાલ કાર્યક્રમ યોજાયો

saveragujarat

Leave a Comment