Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચસ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

સવેરા ગુજરાત
અમદાવાદ,તા.26

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીજીનાં ‘નશામુક્ત ભારત’નાં લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ગૃહ મંત્રાલય અને ભારત સરકારની તમામ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે
આજની આ ખાસ ઝુંબેશમાં એનસીબી દિલ્હી, એનસીબી અમદાવાદ અને ગુજરાત પોલીસ દ્વારા લગભગ 1864 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવી રહ્યો છે, સાથે જ અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 65 હજાર કિલો જપ્ત માદક પદાર્થોનો નાશ કરાયો છે

દેશના પશ્ચિમ કિનારેથી હેરોઈનની તસ્કરી પર લગામ કસવી ખૂબ જ જરૂરી છે અને આ દિશામાં ગુજરાતે બહુ સરસ કામ કર્યું છે, આ માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું
નશીલા દ્રવ્યો આપણી યુવા પેઢીને ઉધઈની જેમ ખતમ કરી રહ્યાં છે અને તેના વેપારમાંથી આવતા ગેરકાયદેસર નાણાં આતંકવાદને પણ પોષે છે, આ બંને મોરચે આકરો પ્રહાર કરવા માટે, ભારત સરકાર, રાજ્ય સરકારોની તમામ એજન્સીઓએ અને પોલીસે એક જુસ્સાથી લડવું પડશે અને જીતવું પડશે
ટોપ-ટુ-બોટમ અને બોટમ-ટુ-ટોપ અભિગમ અપનાવીને ડ્રગ્સના સ્ત્રોત અને ગંતવ્ય બંને પર હુમલો કરીને તેનાં સમગ્ર નેટવર્કને તોડી પાડવાની જરૂરિયાત

2006થી 2013 સુધીમાં કુલ 1257 કેસ નોંધાયા હતા જ્યારે 2014થી 2022 સુધીમાં 3172 કેસ નોંધાયા, કુલ 152 ટકાનો વધારો થયો છે
2006થી 2013 સુધીમાં કુલ 768 કરોડ રૂપિયાનું 1.52 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જ્યારે 2014થી 2022 સુધીમાં 20,000 કરોડ રૂપિયાનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત થયું
આ પ્રકારની પ્રાદેશિક પરિષદો બાદ જિલ્લા સ્તરીય ઍન્કોર્ડની રચના થઈ છે, રાજ્યોની વડી અદાલતો, એફએસએલનો ઉપયોગ પણ વધ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા વિશેષ અદાલતોની પરવાનગી માગતી સંખ્યામાં પણ વધી છે
માદક દ્રવ્યોનો ફેલાવો એ કેન્દ્ર અથવા રાજ્યનો મુદ્દો નથી, પરંતુ એક રાષ્ટ્રીય મુદ્દો છે અને તે હેઠળના પ્રયત્નો પણ રાષ્ટ્રીય હોવા જોઈએ
તમામ સ્તરે NCORDની મીટિંગ નિયમિત રીતે થાય જેથી કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન સધાય અને અસરકારક નીતિઓની સાથે સાથે કાર્ય યોજના તૈયાર થઈ શકે
પશ્ચિમ વિસ્તારોમાં ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીને અપગ્રેડ કરીને તેમાં પોલીસ આધુનિકીકરણ યોજના અને ફોરેન્સિક ડિરેક્ટોરેટની સહાય લેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે

Related posts

ઈડર-વડાલી હાઈ વે પર જૈન સાધ્વીજી ને નડ્યો અકસ્માત

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરમાં યોજાતા તાના-રીરી મ્યુઝિક ફેસ્ટિવલમાં 112 ભૂંગળ કલાકારોએ 5 મિનિટ સમુહ વાદન કરી નવો કિર્તીમાન સ્થાપ્યો

saveragujarat

સરકાર નૌ સેના માટે ૧૭૦૦ કરોડ રૂપિયાના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

saveragujarat

Leave a Comment