Savera Gujarat
Other

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરમાં યોજાતા તાના-રીરી મ્યુઝિક ફેસ્ટિવલમાં 112 ભૂંગળ કલાકારોએ 5 મિનિટ સમુહ વાદન કરી નવો કિર્તીમાન સ્થાપ્યો

મહેસાણા :
વડનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો.
લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે 05 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.
આ તાના-રીરી મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊઁચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.આ વિશ્વ રેકોર્ડ પ્રસંગે સામાજિક અગ્રણી સોમભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલ વિશ્વ રેકોર્ડે નવી પરંપરા જીવીત રાખી છે. આજના વિશ્વ રેકોર્ડના તમામ ભૂંગળ વાદકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના પંકજ ભટ્ટ, વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશના પ્રમુખ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત ભરત વ્યાસ કર્યું હતું

Related posts

જામનગરમાં મનપાના કમિશનર ની અધ્યક્ષતામાં ટીપીઓ શાખાની ખાસ બેઠક મળી

saveragujarat

રખડતા ઢોરની જવાબદારી માલધારીની જ: હાઈકોર્ટ નો આદેશ

saveragujarat

હેરિટેજ સિટી અમદાવાદ ખાતેથી ‘કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૨’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

saveragujarat

Leave a Comment