Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

ઈડર-વડાલી હાઈ વે પર જૈન સાધ્વીજી ને નડ્યો અકસ્માત

સવેરા ગુજરાત,ઇડર10
અહેવાલ..મીલાપ નાયક સાધ્વીજી અને શ્રવિકાનું કરુણ મોત
જૈન સમાજ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી
સોમવાર તા ૯ મેં ના રોજ સાંજે ઇડરથી વિહાર કરી વડાલી જઈ રહેલા જૈન સાધ્વીજી તથા તેમની સાથે વિહારમાં જોડાયેલ ઇડરની શ્રવિકાને વટપલ્લી તીર્થ નજીક ગોઝારો અકસ્માત નડ્યો હતો જેમાં બન્નેના કમ કમાટી ભર્યા મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બન્નેને ટક્કર મારતા તેઓના મોત નિપજ્યા હતા. શ્રી લબ્ધી વિક્રમ સમુદાયના આજ્ઞાવર્તી શિષ્યા સાધ્વીજી વિવેકમાલા ના શિષ્યા અને જૈન શાસનના સાતેય ક્ષેત્રમાં પાયાના કાર્યકર એવા સુરતના બીપીનભાઈ ના સંસારી દીકરી એવા સાધ્વીજી વિશુધ્ધિમાલા અન્ય સાધ્વીજી અને ઇડરની ચારેક શ્રવિકાઓ સાથે વિહાર (પગ પાળા) કરીને ઈડર થી વડાલી જઈ રહ્યા હતા તે દરમ્યાન સાધ્વીજી વિશુદ્ધિમાલા તથા ઇડરની દિયા સચિન દોશી(૨૧ વર્ષ) ને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા બન્નેને ઇડરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાંજ ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. બીજી તરફ ઈડર અને વડાલીનો જૈન સમાજ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. ઘટનાને લઈને ફરી એકવાર મંથરગતિએ ચાલતા રોડના કામોને લોકોએ જવાબદાર ગણાવ્યા હતા. ઘટનાની આગળ તપાસ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ ઇડરમાં આજે સવારે ૬:૩૦ કલાકે દિયા સચિન દોશીની ભારે હૃદયે અંતિમયાત્રા નીકળી હતી. અને કાળધર્મ પામેલ સાધ્વીજીની પાલખીયાત્રા વટપલ્લી તીર્થથી સાવરે ૧૦:૦૦ કલાકે નીકળી હતી જેમાં સમગ્ર જિલ્લાનો જૈન સમાજ અને સુરતથી મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા.


મળતી માહિતી પ્રમાણે વડાલી ઇડર હાઇવે રોડ પર ગત મોડી સાંજે જૈન સાધ્વીજી અને યુવતી ને ટક્કર મારી ભાગી જનાર ઇકો વાન ચાલક ને ખેડબ્રહ્મા પોલીસ ના PSI જાની સાહેબ અને પોલીસ ટિમ દ્વારા રાત્રી ના એક વાગ્યા ની આસપાસ ભારે જહેમત પછી ઇકો અને તેના ચાલક ને પકડી પાડેલ છેઅને ઘટતી કાર્યવાહી હાથ ધરેલ છે.psi જાની ના આ કામને લોકો એ બિરદાવ્યું હતું.

Related posts

મંગળવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારને ચડશે કમળનો કલર.

saveragujarat

ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

saveragujarat

રાજસ્થાનની મહિલાના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ધૂસી ગયુ અમદાવાદ સિવિલ ખાતે મહામહેનતે સફળ સર્જરી .

saveragujarat

Leave a Comment