Savera Gujarat
Other

શશી થરૂરનાં સપનાં ચકનાચૂર, મલ્લિકાર્જૂન ખડગે નવા અધ્યક્ષ

નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે. કોંગ્રેસને ૨૪ વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે. ખડગેને ૭,૮૯૭ મત મળ્યા હતા જ્યારે શશી થરૂરને ૧,૦૭૨ મત મળ્યા હતા. ખડગેએ ૮ ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી છે. ૯૫૦૦ જેટલા સભ્યોએ મતદાન કર્યા પછી આજે કોંગ્રેસના પ્રમુખ માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરી ૧૦ઃ૦૦ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. એંસી વર્ષીય મલ્લિકાર્જુન ખર્ગે જીતે કે ૬૬ વર્ષીય શશી થરૂર એક ચીજ નક્કી છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના છેલ્લા ૨૪ વર્ષમાં પ્રથમ વખત નેહરુ કે ગાંધી કુટુંબની બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે મળ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ આવવામાં હજુ થોડો સમય બાકી છે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના સમર્થકોએ કાર્યાલયની બહાર મલ્લિકાર્જુન ખડગેના પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું હતું.કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચાલી રહેલી મતગણતરી વચ્ચે શશિ થરૂરના પોલિંગ એજન્ટે ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગડબડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે મધુસુદન મિસ્ત્રીને ફરિયાદ પણ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે.
સાંજે ૩ઃ૦૦ વાગ્યાથી ૪ઃ૦૦ વાગ્યા દરમિયાન પરિણામ આવી શકે છે.મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન આપવા માટે નેતાઓ અને કાર્યકરો તેમના ઘરે પહોંચવા લાગ્યા છે. કર્ણાટકના ગુલબર્ગાના કોંગ્રેસના નેતાઓ ખડગેના ઘરે પહોંચી ગયા છે. કોંગ્રેસના ૧૩૭ વર્ષના ઈતિહાસમાં માત્ર છ વખત પ્રમુખ માટે મતદાન કરવાની જરૂર પડી છે. સોનિયા ગાંધીએ વયના કારણે અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધા બાદ આ જગ્યા ખાલી પડી હતી. બે વર્ષ દરમિયાન કેટલીયે વખત નવા નેતાની પસંદગી પહેલા રાહુલ ગાંધીને ફરીથી પ્રમુખપદ સંભાળી લેવા માટે વિવિધ નેતાઓએ વિનંતી કરી હતી પણ ગાંધીએ તેનો અસ્વીકાર કર્યો હતો. અત્યારે સોનિયા ગાંધી પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર ચલાવી રહ્યા છે. બીજી તરફ, ખર્ગે અને શશી થરૂરના ચૂંટણીના પ્રચાર દરમિયાન એવી વાતો સપાટી ઉપર આવી હતી કે પ્રમાણમાં યુવાન અને પોતાની વાત સ્પષ્ટ રીતે કરવા માટે જાણીતા થરૂર સામે ખર્ગેને ગાંધી પરિવારના સભ્યોએ જ પ્યાદા તરીકે મુક્યા છે. જાેકે, પક્ષ વતી આ વાતનો સત્તાવાર ઇનકાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે મતદાન બાદ આશ્ચર્યજનક પરિણામ આવશે એવી આગાહી કરી છે.
જાેકે, થરૂરની તરફેણ કરનાર આ નેતાએ એમ પણ જણાવ્યું હતું કે નવા અધ્યક્ષ બન્યા બાદ ગાંધી પરિવારના સૂચનો કે તેમની અવગણના કરવી કોંગ્રેસ પાર્ટી માટે શક્ય નથી. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માત્ર બે રાજ્યોમાં સરકાર ચલાવતી અને ૫૪ જેટલા જ સાંસદો ધરાવતી કોંગ્રેસ પોતાની જૂની ઓળખ ઉભી કરવા માટે તત્પર છે ત્યારે નવા પ્રમુખની ચુટણી પક્ષના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.

Related posts

કોવિડ-૧૯ અને મ્યુકરમાઇકોસિસની કટોકટી દરમિયાન રાજ્યના ડેન્ટીસ્ટોએ તબીબી સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુંઃ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

ઈડર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો

saveragujarat

શેરબજારમાં જાેરદાર કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબ્યા

saveragujarat

Leave a Comment