Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શેરબજારમાં જાેરદાર કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબ્યા

સવેરા ગુજરાત,મુંબઈ, તા.૨૦
શેરબજારમાં આજે મોટો ઘટાડો થયો હતો અને જાેરદાર વેચવાલી જાેવા મળી હતી. સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટ ઘટીને ૬૭ હજારની નીચે આવી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૬૬,૭૨૮ પોઈન્ટ દિવસની સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય નિફ્ટી પણ ૨૩૮ પોઈન્ટ ઘટીને ૧૯,૮૯૫ પોઈન્ટના નીચા સ્તર પર પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ ૧.૨૫ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.આજે શેરબજારમાં મોટો ઘટાડો થતા સેન્સેક્સ ૭૯૬ પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી ૨૩૧ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સાથે સેન્સેક્સ ૬૬,૮૦૦ અને નિફ્ટી ૧૯,૯૦૧ના સ્તરે બંધ થયો હતો. બીએસઈ લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રુપિયા ૨.૯૫ લાખ કરોડ ઘટીને રુપિયા ૩૨૦.૦૪ લાખ કરોડ થયું છે. આજે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા નબળા સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલી જાેવા મળી હતી. આજે સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ નીચા ખુલ્યા હતા કારણકે યુએસ બોન્ડની ઉપજ અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો પહેલા ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી.આજે બજારમાં ઘટાડાની સ્થિતિ જાેવા મળી હતી ત્યારે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૭ શેર જ પોઝિટિવ ટ્રેડ કરતા જાેવા મળ્યા હતા જ્યારે ૨૩ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો હતો. આજે બેકિંગ સેક્ટરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. આ સિવાય જાે નિફ્ટીની વાત કરવામાં આવે તો ૫૦ શેરોમાંથી ૪૦ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો હતો જ્યારે ૧૦ શેરો થોડા પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા હતા.ફેડ રિઝર્વની મીટિંગમાં લેવામાં આવેલા ફેંસલાની જાહેરાત પહેલા આજે એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસ જેવી મોટી કંપનીઓના શેરમાં જાેરદાર વેચવાલીથી ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો, સ્થાનિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જાેવા મળી. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૭૯૬ પોઇન્ટના કડાકા સાથે ૬૬,૮૦૦.૮૪ પોઇન્ટ, નિફ્ટી ૨૩૧.૯ પોઇન્ટ ઘટીને ૧૯૯૦૧.૪૦ પોઇન્ટ અને બેંક નિફ્ટી ૫૯૫.૨૫ પોઇન્ટ ઘટીને ૪૫૩૮૪.૬૦ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બજારના ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેંક નિફ્ટીમાં ઘટાડો પણ છે. આજના ટ્રેડિંગમાં, બેંક નિફ્ટી એક તબક્કે ૭૦૩ પોઈન્ટ્‌સ લપસી ગયો હતો.માર્કેટ કેપમાં જાેરદાર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને ૧૮ સપ્ટેમ્બરે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ૩૨૩ લાખ કરોડ રૂપિયા હતું અને આજે તે ઘટીને ૩૨૦.૬૬ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે આજના ટ્રેડિંગ સેશનમાં અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. ૩ લાખ કરોડથી વધુનો ઘટાડો જાેવા મળ્યો છે. આ રીતે આજે ઘટી રહેલા માર્કેટમાં રોકાણકારોના રૂ. ૩ લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા થયા છે.બજારના ઘટાડાની સ્થિતિ એવી છે કે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૭ શેરોમાં જ લીલી વૃદ્ધિ જાેવા મળી રહી છે અને ૨૩ શેરોમાં ઘટાડો છે. એચડીએફસી બેંકમાં સૌથી વધુ ૩.૯૦ ટકાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે અને આ બેંકિંગ દિગ્ગજના ભારે ઘટાડાથી શેરબજાર પણ નીચે ખેંચાઈ ગયું છે કારણ કે તેનું વેઇટેજ વધારે છે. જેએસડબલ્યુ સ્ટીલ ૨.૫૬ ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૧૮ ટકા ડાઉન ટ્રેડ થઈ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૮૦ ટકા અને મારુતિ ૧.૬૫ ટકા લપસી ગયા છે. ટાટા સ્ટીલ ૧.૪૬ ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.કડાકા માટે જવાબદાર કારણો,ભારતીય દિગ્ગજ કંપનીઓના શેરોમાં વેચવાલી,ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો,ગ્લોબલ માર્કેટ,એફઆઈઆઈની વેચવાલી.

Related posts

ઇડર તાલુકાના કેટલાક ખેડૂતો સાથે ડોલ્ફીન એગ્રો નામની કંપનીના ભાગીદાર દ્વારા મગફળી ની ખરીદી કરી છેતરપીંડી આચરતા રજુઆત કરાઈ

saveragujarat

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના, પ્રિમોન્સૂન તૈયારી અંગે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

saveragujarat

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની ઉપસ્થિતિમાં સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

saveragujarat

Leave a Comment